હવે ભારતીય સેનામાં પણ વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓને મળશે સમાન તક, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

કોર્ટે કહ્યું કે આવું ન કરવાનું ખાલી મહિલાઓ માટે જ નહીં પણ ભારતીય સેના માટે પણ અપમાનજનક છે.

 • Share this:
  ભારતીય સેનાએ હવે વિભિન્ન ટોચના પદો પર મહિલાઓને સમાન તકો આપવા માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે ગુરુવારે મહિલાઓએ સ્થાઇ કમિશન પર અધિકૃત રીતે મંજૂરી આપી છે. મંત્રાલયના આદેશ પછી મહિલાઓને પણ સંગઠનની મોટી જવાબદારી મળી શકે છે. રક્ષા મંત્રાલયે આદેશ મુજબ, શોર્ટ સર્વિસ કમીશનની મહિલા અધિકારીઓને ભારતીય સેનાના જજ એન્ડ એડવોકેટ જનરલ. આર્મી એજ્યુકેશન કોરમાં આ સુવિધા મળી છે.

  આ સિવાય આ ભાગમાં સ્થાઇ કમીશનને છૂટ આપવામાં આવી છે. હવે આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, આર્મી સર્વિસ કોર, આર્મી ઓર્ડિનેંસ કોર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ એન્જીનિયરીંગ અને ઇન્ટેલિજેન્સ કોરમાં પણ સ્થાઇ કમીશન મળશે. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે જેવી રીતે તમામ પ્રભાવિત એસએસસી મહિલા અધિકારી પોતાના વિકલ્પનો પ્રયોગ કરે છે અને અપેક્ષિત દસ્તાવેજીકરણ પૂરું કરે છે તેમનું ચયન બોર્ડ નિર્ધારિત કરશે.

  વધુ વાંચો : ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને હૈમર મિસાઇલ્સ મંગાવી

  આ મહિનાની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટે સેનાના તમામ એસએસસી મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના પોતાના મંજૂરી આપી હતી. અને કેન્દ્ર સરકારે આમ કરવા માટે 1 મહિનાનો સમય આપ્યો હતો.

  કોર્ટે 17 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારને આ સંબંધમાં દિલ્હી ઉચ્ચ ન્યાયલાયને 2010ના આદેશનું સન્માન કરતા કાયમી કમિશન આપવાનો આદેશ કર્યો હતો. અને નિર્ણય સંભળાવ્યો હતો કે મહિલા અધિકારીન પોતાના પુરુષ સમકક્ષોની સાથે સેનામાં કમાન્ડ અને માનદંડ નિયુક્તિઓ પ્રાપ્ત કરી શકશે.

  આ નિર્મણમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાઓની ક્ષમતા અને સેનામાં તેમની ભૂમિકા અને ઉપલબ્ધિઓ અને આકાંક્ષાઓ પૂરી ન કરવાનું ખાલી મહિલાઓ માટે જ નહીં પણ ભારતીય સેના માટે પણ અપમાનજનક છે.
  Published by:Chaitali Shukla
  First published: