મોટી જાહેરાત! સરકારને રૂ.200 અને જનતાને રૂ.1000માં મળશે ઓક્સફોર્ડની વેક્સીનઃ અદાર પૂનાવાલા

મોટી જાહેરાત! સરકારને રૂ.200 અને જનતાને રૂ.1000માં મળશે ઓક્સફોર્ડની વેક્સીનઃ અદાર પૂનાવાલા
ફાઈલ તસવીર

કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સીનના 40-50 મિલિયન ડોઝ લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે સરકારની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટેની રાહ જોઈ રહ્યા છીએ.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સીનની (coroanvirus vaccine) કિંમતોને લઈને લાંબા સમયથી સંશયની સ્થિતિ બનેલી છે. પરંતુ રવિવારને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla)ના વેક્સીનની કિંમતને લઈને મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે ઓક્સફોર્ડની વેક્સીન 200 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે જનતાને આ વેક્સીન 1 હજાર રૂપિયામાં મળશે.

  પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં ઓક્સપોર્ટ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડનું નિર્માણ થઈ રહ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.  ભારતમાં ટૂંક સમયમાં વેક્સીન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેને લઈને સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. શનિવારે દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર ઉપરાંત યુરોપીય સંઘ (European Union) પણ વેક્સીન નિર્માતાઓની મદદ માટે આગળ આવ્યા છે. ઈયુએ આ મદદ વેક્સીન નિર્માણ વધારવા અને વિતરણને આસાન કરવા માટે કરી છે.

  આ પણ વાંચોઃ-

  દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે તે દર મહિને ઓક્સફોર્ટ એસ્ટ્રાજેનેકાની વેક્સનીને 50-60 મિલિયન ડોલર બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે આ વેક્સીન ફાઈજર બાયોએનટેકની તુલનાએ સસ્તી છે. અને ટ્રાન્સપોર્ટેશન પણ આસાન છે. ખાસ વાત છે કે ભારતે 2021ના મધ્ય સુધી 130 કરોડથી વધારે લોકોને વેક્સીન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

  સરકારના નિર્ણયની જોવાતી રાહ
  કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સીનના 40-50 મિલિયન ડોઝ લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે સરકારની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટેની રાહ જોઈ રહ્યા છીએ. 7-10 દિવસમાં વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવશે.  તેમણે જણાવ્યું હતું કે, સરકારે પણ અમને વેક્સીન નિકાસ કરવાની મંજૂરી આપી નથી. જ્યારે સાઉદી અરબ અને બીજા કેટલાક દેશોથી અમારા દ્વીપક્ષીય સંબંધ છે. આગામી કેટલાક સપ્તાહમાં સરકારની મંજૂરી આપવા માટે કહીશું. જેથી અમે 68 બીજા દેશો સુધી વેક્સીન પહોંચાડી શકે.
  Published by:ankit patel
  First published:January 03, 2021, 20:44 pm

  ટૉપ ન્યૂઝ