‘અમે RBI પાસે 3.6 લાખ કરોડ રૂપિયા નથી માંગ્યા’: મોદી સરકારનો રદિયો

News18 Gujarati
Updated: November 9, 2018, 2:46 PM IST
‘અમે RBI પાસે 3.6 લાખ કરોડ રૂપિયા નથી માંગ્યા’: મોદી સરકારનો રદિયો
પ્રતિકાત્મક તસવીર

મીડિયામાં આવેલા અહેવાલો મુજબ, મોદી સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગે છે

  • Share this:
થોડા દિવસો પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેદ્ર મોદી પર ફરી એક વખત હુમલો કર્યો હતો અને મીડિયામાં આવેલા અહેવાલોને ટાંકીને રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો હતો કે, નરેન્દ્ર મોદીની તરંગી યોજનાઓને કારણે દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યુ છે અને એ અર્થતંત્રને બેઠું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગે છે.

રાહુલ ગાંધીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટેલને વિનંતી કરી હતી કે, નરેન્દ્ર મોદીની આ નીતિ સામે અડગ રહે અને દેશને બચાવે.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ એવો દાવો કર્યો હતો કે, અર્થતંત્રની હાલત ખરાબ હોવાથી મોદી સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પર દબાણ કરી રહી છે. સરકાર રજકોષિય ખાદ્યના સંકટમાંથી પસાર થઇ રહી છે. ચૂંટણી આવી રહી છે એટલા માટે સરકાર ખર્ચ કરવા માંગે છે. બધા રસ્તાઓ બંધ થઇ જતા હવે મોદી સરકારની નજર આર.બી.આઇનાં રિઝર્વ પૈસા પર પડી છે”

જો કે, નરેન્દ્ર મોદી સરકારે આ વાતને અફવા ગણાવી હતી અને રદિયો આપ્યો કે, આવી કોઇ વાત નથી. સરકારે આર.બી.આઇ પાસે કોઇ પૈસા માંગ્યા નથી. આર્થિક બાબતોનાં સચિવ સુભાષ ચંન્દ્રા બોઝએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, રૂ 36,00,00,00,00,000. નરેન્દ્ર મોદીને આટલા રૂપિયા આર.બી.આઇ પાસેથી જોઇએ છે. તેમની આર્થિક નીતિઓએ દેશનાં અર્થતંત્રનું દેવાળુ ફુંક્યુ છે તેને સુધારવા માટે મોદી સરકાર આર.બી.આ પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગે છે”.

મીડિયામાં આવેલા અહેવાલો મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે હાલ જે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેની પાછળ કારણ એ છે કે, મોદી સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 9.59 લાખ કરોડ રૂપિયાનું અનામત ભંડોળ પડ્યુ છે. દેશનાં આ ખજાનામાંથી મોદી સરકારને પૈસા જોઇએ છે.રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર આરોપ લગાવે છે કે, મોદી સરકાર પ્રયત્નપુર્વક દેશની સ્વાયત્ત સંસ્થાઓને ખતમ કરી રહી છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે.

 
First published: November 9, 2018, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading