હવે NRI વ્યક્તિ પણ RTI હેઠળ અરજી કરી મહિતી માંગી શકશે

News18 Gujarati
Updated: October 29, 2018, 10:52 AM IST
હવે NRI વ્યક્તિ પણ RTI હેઠળ અરજી કરી મહિતી માંગી શકશે
વિદેશમાં વસતા ભારતીયો પણ માહિતી માંગી શકશે.

સરકારે આ પહેલા એવું કહ્યું હતું કે, ભારતમાં રહેતા નાગરિકો જ માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકે. વિદેશમાં રહેતા ભારતીયો નહીં પણ સરકારે સુધારો કર્યો.

  • Share this:
માહિતી અધિકારનાં કાયદાના અસરકારક અમલીકરણ માટે લડતા કર્મશીલો માટે આનંદનાં સમાચાર છે. હવ વિદેશમાં વસતા ભારતીયો (નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ) પણ માહિતી અધિકારનાં કાયદા હેઠળ ભારતમાં અરજી કરી માહિતી માંગી શકશે.

વિદેશમાં વસતા ભારતીયો ભારત સરકારનાં વિવિધ ખાતાઓની વિગતો માંગી શકે કે નહીં એ વિશે સરકારો કોઇ સ્પષ્ટતા કરી નહોતી પણ તાજેતરમાં સરકારે આ સ્પષ્ટતા કરી છે અને એમ જણાવ્યું છે કે, વિદેશમાં વસતા તમામ ભારતીયો ભારતમાં માહિતી અધિકારનાં કાયદા (RTI) હેઠળ અરજી માહિતી માંગી શકે છે. આ તેમનો અધિકાર છે.

RTI દ્વારા માંગવામાં આવ્યું શ્રીકૃષ્ણનું બર્થ સર્ટિફિકેટ, મૂંઝવણમાં મથુરાના અધિકારી

મોદી સરકારે ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા: RTIમાં ખુલાસો

લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં,સંસદિય બાબતોનાં રાજયકક્ષાનાં મંત્રી જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીય માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકશે.
મહત્વની વાત એ છે કે, આર.ટી.આઈ એક્ટિવીસ્ટ અને નિવૃત કોમોડોર લોકેશ બાત્રાએ સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, માહિતી અધિકારનાં કાયદા હેઠળ ભારતનો દરકે નાગરિક માહિતી માંગી શકે છે. કાયદામાં આ જોગવાઇ છે.સરકારે આ પહેલા એવું કહ્યું હતું કે, ભારતમાં રહેતા નાગરિકો જ માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકે. વિદેશમાં રહેતા ભારતીયો નહીં પણ હવે સરકારે કહ્યું કે, વિદેશમાં વસતા ભારતીયો પણ માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકશે. સરકારે આ સ્પષ્ટતા કરી છે. માહિતી અધિકારનાં કાયદાનાં અસરકારક અમલીકરણ કરવા માંગતા લોકો માટે આનંદનાં સમાચાર છે.

સરકારે કરેલા આ સુધારાને લોકસભાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવ્યો છે.

જૂનાગઢ: RTI કેસમાં કોર્ટે કરેલો દંડ માહિતી આયોગે રદ કર્યો, કહ્યું-માહિતી મફત આપો
First published: October 29, 2018
વધુ વાંચો
अगली ख़बर