Home /News /national-international /સગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે, મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી

સગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે, મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

ઈમરજન્સી વાહનોને રસ્તો નહીં આપવા પર તેમજ ડ્રાઇવિંગ કરવા માટે લાયક ન હોવા છતાં ડ્રાઇવિંગ કરવા બદલ રૂ. 10 હજાર દંડનો જોગવાઈ.

    નવી દિલ્હીઃ સોમવારે કેન્દ્રીય કેબિનેટે મોટર વ્હિકલ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. આ સુધારામાં વિવિધ ગુનામાં અલગ અલગ દંડનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હવેથી જો કોઈ સગીર વ્યક્તિ ડ્રાઇવિગ કરતા પકડાશે તો તેના માટે વાહનના માલિક અને ગાર્ડિયનને દોષી ગણવામાં આવશે. આ ઉપરાંત આવા કેસમાં વાહનનું રજીસ્ટ્રેશન રદ થવા સુધીના પગલાં લેવાશે. તેની સાથે સાથે ત્રણ વર્ષ સુધી જેલની સજા અને રૂ. 25 હજારના દંડનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આ બિલને વર્તમાન સંસદ સત્ર દરમિયાન પસાર કરવાનો પ્રયાસ કરશે.

    કયા ગુના માટે કેટલો દંડ અને સજા?

    1) ઈમરજન્સી વાહનોને રસ્તો નહીં આપવા પર તેમજ ડ્રાઇવિંગ કરવા માટે લાયક ન હોવા છતાં ડ્રાઇવિંગ કરવા બદલ રૂ. 10 હજાર દંડના દંડની જોગવાઈ.
    2) નિર્ધારિત ઝડપ કરતા વધારે ઝડપથી વાહન ચલાવવા માટે રૂ. 1000થી 2000 સુધીના દંડનો પ્રસ્તાવ.
    3) ડ્રાઈવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારા કેબ ચાલકોને રૂ. 1 લાખ સુધીની પેનલ્ટી લાગશે.
    4) નિર્ધારિત કરતા વધારે માત્રામાં વજન ભરવા પર રૂ. 20,000નો દંડ લાગશે.
    5 લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરતા પકડાવા પર રૂ. 2000 અને હેલમેટ વગર ડ્રાઇવિંગ કરવા પર રૂ. 1000 રૂપિયા સુધીનો દંડ થશે. આવા કેસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ પણ થઈ શકે છે.
    6) જો કોઈ સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો વાહન માલિક અને તેના ગાર્ડિયન (પાલક) દોષી ગણાશે. આવા કેસમાં વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેમજ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 25 હજારના દંડની પણ જોગવાઇ છે.
    7) ટ્રાફિકના નિયમ તોડવા પર રૂ. 100ના બદલે રૂ. 500 પેનલ્ટી લાગશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amendment, Driving licence, Helmet, Parliament, ટ્રાફિક નિયમ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन