દેશમાં બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી લાગતું રાષ્ટ્રપતિ શાસન?

News18 Gujarati
Updated: June 20, 2018, 8:30 AM IST
દેશમાં બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી લાગતું રાષ્ટ્રપતિ શાસન?
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સરકાર હવે લઘુમતીમાં મુકાઇ છે. બીજેપીએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગણી કરી છે. રાજ્યપાલની ભલામણ ઉપર દેશા રાષ્ટ્રપતિ આ મુદ્દે નિર્ણય કરશે કે રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની જરૂર છે કે નહીં.

એક વાત તમારા મનમાં જરૂર થતી હશે કે આવી સ્થિતિમાં દેશના અન્ય રાજ્યોમાં ભારતીય બંધારણની કલમ 356ની અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન કેમ લગાવવામાં આવે છે? તો ચાલો તમને આ અંગે કારણ જણાવી દઇએ.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના બંધારણના સેક્સન 92 પ્રમાણે રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી છ મહિના માટે રાજ્યપાલ શાસન લગાવી શકાય છે. રાજ્યપાલ શાસન દરમિયાન વિધાનસભાને સ્થગિત કરવામાં આવે છે અથવા તો તેને ભંગ કરવામાં આવે છે.

રાજ્યપાલ શાસન લાગ્યાના છ મિહનાની અંદર રાજ્યમાં બંધારણીય તંત્ર ફરીથી શરૂ થઇ નથી શકતું. ભારતના બંધારણની કલમ 356 અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનના સમયને વધારવામાં આવે છે. અને તે રાષ્ટ્રપતિ શાસનમાં ફેરવાઇ જાય છે. અત્યાર સુધી રાજ્યમાં સાત વખત રાજ્યપાલ શાસન લાગુ થઇ ચુક્યું છે.
First published: June 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading