Home /News /national-international /

કર્ણાટક ચૂંટણીઃ સ્પષ્ટ બહુમત ન મળે તો રાજ્યપાલને છે આ વિશેષાધિકાર

કર્ણાટક ચૂંટણીઃ સ્પષ્ટ બહુમત ન મળે તો રાજ્યપાલને છે આ વિશેષાધિકાર

કર્ણાટક વિધાનસભા

પરિણામ બતાવી રહ્યા છે કે કર્ણાટકમાં કોઇપણ પાર્ટી સરકાર નહીં બનાવી શકે. બીજેપી સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ બહુમતથી ખાસી દૂર છે. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરીને સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

  ઓમ પ્રકાશ

  પરિણામ બતાવી રહ્યા છે કે કર્ણાટકમાં કોઇપણ પાર્ટી સરકાર નહીં બનાવી શકે. બીજેપી સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ બહુમતથી ખાસી દૂર છે. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરીને સરકાર બનાવવાની સ્થિતિમાં છે. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કરી દીધું છે. બીજેપી અને કોંગ્રેસ બને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. હવે બધાની નજર રાજ્યપાલ ઉપર રહેલી છે. કે તેઓ કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે ? દેશની સૌથી મોટી પાર્ટીને કે પછી સૌથી મોટા ગઠબંધનને ?

  ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી પરંતુ રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બિહારમાં આરજેડી, જેડીયુ ગઠબંધન તૂટ્યા પછી સૌથી મોટી પાર્ટી તરીકે આરજેડી રહી હતી. પરંતુ બીજેપીએ સમર્થન આપવાના કારણે રાજ્યપાલે નીતિશ કુમારને શપથ અપાવીને બહુમત સાબિત કરવાનો મોકો આપ્યો હતો. કર્ણાટકમાં પણ આ પરંપરા કાયમ રહેશે કે પછી રાજ્યપાલ વજુભાઇ વાળા અહીંની સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપશે?

  માત્ર મોટા પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે એવું નથી પરંતુ કેટલાક મામલાઓમાં સૌથી મોટા દળને તક આપવામાં આવી છે. તો કેટલાક કિસ્સાઓમાં સૌથી મોટા ગઠબંધનને પણ તક આપવમાં આવી છે. કેટલીકવાર નાના પક્ષોને પણ તક અપાઇ છે. સૌથી મોટા દળને અમંત્રણ આપવાની વાત છે તો બંધારણમાં તેનો ક્યાંય જ ઉલ્લેખ નથી. બંધારણમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે.

  રાજ્યપાલ બિન રાજકિય પદ છે. તો પણ રાજ્યપાલોની રાજકિય ભૂમિકાને લઇને અનેક પ્રશ્નો ઊભા થાય છે. અનેક રાજ્યોમાં રાજભવન રાજકિય અખાડા બની ગયું છે. કર્ણાટક મામલામાં એ પણ એક સચ્ચાઇ છે કે વજુભાઈ વાળા ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માણસ પણ માનવામાં આવી રહ્યા છે. મોદીને મુખ્યમંત્રી તરીકે પસંદી કર્યાબાદ તેણમે મોદી માટે રાજકોટ પશ્વિમ સીટ છોડી દીધી હતી. તેમણે નવ વર્ષ સુધી ગુજરાતના નાણાંમંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ 2005-2206 સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ શું કરશે?

  બંધારણના જાણકાર પ્રમાણે ચૂંટણીમાં કોઇ પક્ષમાં સ્પષ્ટ બહુમત ન મળવાની સ્થિતિમાં રાજ્યપાલને વિશેષાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આવામાં સૌથી મોટા દળને બુલાવવું જરૂરી નથી.

  બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપના જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં બંધારણમાં એવું કંઇ જ નથી કે રાજ્યપાલ સૌથી મોટા દળને બોલાવશે. ચૂંટણીમાં પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં રાજ્યપાલ એવા વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરશે જે તેમના હિસાબે સદનમાં બહુમત પ્રાપ્ત કરી શકે. જેના માટે તેમને વિવેકાધિકાર પ્રાપ્ત છે. રાજ્યપાલને વિવેકાધિકાર છે. પરંતુ તેને સારી રીતે સમજવો પડે. બહુમતનું સમર્થન કોની પાસે છે તેના માટે પણ સમર્થન પત્ર પણ લેવાય છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Karnataka election result

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन