મધ્ય પ્રદેશ : રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી, 17 માર્ચે કરાવો ફ્લોર ટેસ્ટ

રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી, 17 માર્ચે કરાવો ફ્લોર ટેસ્ટ

જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે સરકારને સદનમાં બહુમત નથી - રાજ્યપાલ લાલજી ટંડન

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને (governor lalji tandon) કમલનાથ સરકારને (kamalnath government) 17 માર્ચ એટલે કે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. રાજ્યપાલે સીએમ કમલનાથને (kamalnath)ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 17 માર્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવે. જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે સરકારને સદનમાં બહુમત નથી.

  મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજનીતિક સંગ્રામ વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને પત્ર લખ્યા પછી હલચલ વધી ગઈ છે. ગર્વનરે પોતાના પત્રમાં સરકારને 17 માર્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. રાજ્યપાલે લખ્યું કે જો સરકાર આમ નહીં કરે તો માનવામાં આવશે કે તેમની પાસે બહુમત નથી.

  આ પણ વાંચો - કોરોના પર RBIએ ઉઠાવ્યા આ બે મોટા પગલાં, આગામી બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના

  આ પહેલા સીએમ કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને 14 માર્ચે પત્ર લખ્યો હતો. રાજ્યપાલે તે પત્ર પર દુખ વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલે તે પત્રની ભાષાને સંસદીય મર્યાદાઓની વિરુદ્ધ ગણાવી હતી. રાજ્યપાલે 16 માર્ચે સદનમાં વિશ્વાસ મત મેળવવા માટે પોતાના પહેલાના નિર્દેશ પર કહ્યું હતું કે આજે વિધાનસભાનું સત્ર શરુ થયું છે. મેં પોતાનું અભિભાષણ વાચ્યું પણ વિશ્વાસમત મેળવવાની કાર્યવાહી શરુ થઈ નથી અને સદનની કાર્યવાહીને સ્થગિત કરી દીધી છે. હવે સરકાર પોતાની બહુમતી સાબિત કરે. રાજ્યપાલે કહ્યું કે જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે વાસ્તવમાં તમને વિધાનસભામાં બહુમત નથી.
  Published by:Ashish Goyal
  First published: