Home /News /national-international /ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં, રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં, રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો

રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો

Governor Bhagat Singh Koshyari Statement - રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં હંગામો મચ્યો, શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો, તેમણે મહારાષ્ટ્રના અપમાન સાથે જોડ્યું

મુંબઈ : રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના (Governor Bhagat Singh Koshyari)નિવેદન પર મહારાષ્ટ્રમાં (maharashtra)હંગામો મચ્યો છે. ગર્વનર કોશ્યારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં અને મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાશે નહીં. કોશ્યારીએ મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનીય ચોકનું નામ  રાખવાના પ્રસંગે એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે આ વાત કહી હતી. રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર વિપક્ષ અને સામાન્ય નાગરિકોએ કહ્યું કે ગર્વનરે રાજ્યનું અપમાન કર્યું છે.

આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે મહારાષ્ટ્રના અપમાન સાથે જોડ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના ભાષણનો વીડિયો ટ્વિટર પર શેર કરતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યપાલનો મતલબ છે કે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. મુખ્યમંત્રી શિંદે, તમે શું સાંભળી રહ્યા છો? જો તમારું સ્વાભિમાન છે તો રાજ્યપાલનું રાજીનામું માંગો. સ્વાભિમાન પર નીકળેલ સમૂહ જો આ સાંભળીને પણ ચૂપ રહેવાનો છે તો શિવસેનાનું નામ ના લે.



આ પણ વાંચો - વરસાદના કારણે બદ્રીનાથ યાત્રા અટકાવવામાં આવી, ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ

શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ મહારાષ્ટ્ર અને મરાઠી માનુષના લોકોની સખત મહેનતનું અપમાન છે. જેમણે રાજ્યને દેશનું અગ્રણી રાજ્ય બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. રાજ્યપાલે તાત્કાલિક માફી માંગવી જોઈએ, આવું ન કરવા પર અમે તેમને બદલવાની માંગણી કરીશું.

એનસીપીના ધારાસભ્ય અમોલ મિતકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. એક મરાઠી વ્યક્તિની કમાણીથી ઘણા રાજ્યના લોકોને ખાવાનું મળે છે. અમે ઇમાનદાર લોકો છીએ, જે મહેનતની રોટલી ખાય છે અને બીજાને ખવડાવે છે. તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે જલ્દીથી જલ્દી મહારાષ્ટ્રની માફી માંગે.

કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે આ ભયાનક છે કે રાજ્યના રાજ્યપાલ તે જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. ગુજરાતી,રાજસ્થાનીને પહેલા નારિયેળ આપવા જોઈએ. તેમના શાસનકાળમાં રાજ્યપાલની સંસ્થાનું સ્તર અને મહારાષ્ટ્રની રાજનીતિક પરંપરા ફક્ત બગડી જ નથી પણ મહારાષ્ટ્રને પણ સતત અપમાનિત કર્યું છે.
First published:

Tags: Bhagat Singh Koshyari, Maharashtra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો