'જો સરકારને RBIની સ્વતંત્રતાની કદર ન હોય તો, અર્થતંત્રની ઘાતક અસરો સહન કરવી પડે'

News18 Gujarati
Updated: October 27, 2018, 11:52 AM IST
'જો સરકારને RBIની સ્વતંત્રતાની કદર ન હોય તો, અર્થતંત્રની ઘાતક અસરો સહન કરવી પડે'
પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાનાં ડેપ્યુટી ગવર્નરનાં આ શબ્દો ખુબ મહત્વનાં છે. વિરલ આચાર્યએ કહ્યું, સરકાર T-20 મેચ રમે, અમારે ટેસ્ટ મેચ રમવાની હોય છે.

  • Share this:
એક તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશ (CBI)માં દખલગીરી કરી રહ્યા છે તેવા આરોપ લાગ્યા છે તેવા સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)નાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ એક લેક્ચર આપતી વખતે આડકતરી ચેતવણી આપી કે, જો રિઝર્વ બેંકની સ્વાયત્તતામાં ઘોંચપરોણા કરવામાં આવશે તો, દેશનાં આર્થતંત્ર પર ઘાતક નિવડશે.

વિરલ આચાર્યએ શુક્રવારે મુંબઇમાં એ.ડી શ્રોફ મેમોરિયલ લેક્ચર આપતી વખતે કહ્યું કે, “જે સરકારો રિઝર્વ બેંકની સ્વાયત્તતાની કદર કરતી નથી, તેમણે આર્થિક બજારનો ઘા સહન કરવાનો વારો આવે છે. અર્થતંત્રમાં આગ લાગે છે.”.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે સરકારો રિઝર્વ બેંકની સ્વતંત્રતાની કદર કરે છે તેમને વૈશ્વિક રોકાણકારોનો પ્રેમ મળે છે, ઓછા વ્યાજદરે લોન મળે છે અને અર્થતંત્ર સારી રીતે લાંબો સમય ચાલે છે”.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાનાં ડેપ્યુટી ગવર્નરનાં આ શબ્દો ખુબ મહત્વનાં છે. ખાસ કરીને એવા સમયે કે, જ્યારે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવશે.

સરકારની પ્રાથમિક્તા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, સરકારને નિતી વિષયક નિર્ણયો લેવા માટે ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવા પડે છે. સરકારે ટી-20 મેચ રમવાની હોય છે. કેમ કે, સરકારની સામે ચૂંટણીઓ ઉભી જ હોય છે અને તેમણે આપેલા વાયદા પુરા કરવાની ઉતાવળ હોય છે. ચૂંટણી પહેલા આપેલા વાયદાઓ પુરા ન થાય અને બીજી વખત ચૂંટણી આવે ત્યારે ફરી પાછા વાયદા આપવામાં આવે છે. જ્યારે રિઝર્વ બેંકે ટેસ્ટ મેચ રમવાની હોય છે. ટેસ્ટ મેચમાં દરેક સેશનમાં સંભાળીને રમવાનું હોય છે અને છેલ્લે મેચ જીતવાનો લક્ષ્ય હોય છે.

 
First published: October 27, 2018, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading