આધાર ડેટા લીક થયા બાદ સરકારે લીધો મોટો નિર્ણય

Mujahid Tunvar
Updated: January 10, 2018, 7:36 PM IST
આધાર ડેટા લીક થયા બાદ સરકારે લીધો મોટો નિર્ણય

  • Last Updated: January 10, 2018, 7:36 PM IST
  • Share this:
આધાર કાર્ડને લઈને સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 16 આંકડાનો બીજો આધાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. આધારનો ડેટા લીક થયા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ઓળખાણ માટે 12 આંકડાઓના આધારની જગ્યાએ 16 આંકડાઓની નવી વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હવે આધારની જગ્યા લઈ લેશે.

યૂનીક આઈડેન્ટિફિકેશન ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ગુરૂવારે બે સ્તરની એક સુરક્ષા નેટ તૈયાર કરી છે. આ હેઠળ દરેક વ્યક્તિની એક વર્ચ્યુલ આઈડી બનાવવામાં આવશે અને આધાર આધારિત કેવાયસીને સીમિત કરવામાં આવશે. બધી જ એજન્સીઓ 1 જૂન સુધી આ સિસ્ટમને અપનાવી લેશે.

ઉલ્લેખનિય છે કે, મીડિયામાં થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા. કે, 500 રૂપિયા આપીને 10 કરોડ લોકોના આધારની જાણકારી મેળવી શકાય છે પરંતુ UIDAIએ આ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. UIDAIએ વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, ડેટા પૂરી રીતે સુરક્ષિત છે.

અમેરિકા વ્હિસલ બ્લોઅર એડવર્ડ સ્નોડેને આપી હતી ચેતવણી

કેટલાક દિવસ પહેલા અમેરિક વ્હિસલ બ્લોઅર એડવર્ડ સ્નોડેને ચેતવણી આપી હતી કે, આધાર ડેટાબેસનો મિસયૂઝ કરવામાં આવી શકે ચે. સ્નોડેને આ વાત તેવા સમયે કહી છે કે જ્યારે આધાર ડેટાની સુરક્ષાને લઈને ઘણા બધા સમાચાર સામે આવી રહ્યાં છે. આ નિવેદનથી એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, માત્ર 500 રૂપિયામાં ડેટા ઉપલબ્ધ છે. આ રિપોર્ટ ફગાવતા UIDAIએ કહ્યું કે, તેમની સિસ્ટમ પૂરી રીતે સિક્યોર છે અને તેના મિસયૂઝને તરત જ પકડી પાડવામાં આવી શકે છે.

ડેટાબેસમાં ડેટા ચોરી થવાના આક્ષેપ
Loading...

ઓર્થોરિટીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, બાયોમેટ્રિક ડેટાબેસથી ડેટા ચોરીનો કોઈ મામલો સામે આવ્યો નથી, આ પૂરી રીતે સુરક્ષિત છે. સર્ચ ફેસલિટી પર ઉપલબ્ધ જાણકારી વગર બાયોમેટ્રિક્સનો દુરપયોગ કરવામાં આવી શકે છે.

 
First published: January 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...