આર્ટિકલ 370 : હવે ઓમર અને મહેબૂબાના 50 કરોડના ખર્ચે રિનોવેટ થયેલા સરકારી બંગલા ખાલી કરાવાશે

ફાઇલ તસવીર

ઓમર અબ્દુલા (Omar Abdullah) અને મહેબૂબા (Mehbooba Mufti) જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે પોતના બંગલાઓ પાછળ આશરે 50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાની સાથે જ સરકારી બંગલોમાં રહેતા પૂર્વ મુખ્ય મંત્રીઓએ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે. ભારતીય બંધારણ મુજબ સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ મુખ્ય મંત્રીઓએ બંગલા ખાલી કરવા પડે છે.

  ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશીત અહેવાલ મુજબ ઓમ અબ્દુલા, મહેબૂબા મુફ્તી સહીત તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ શ્રીનગરના ગુપ્કર રોડ પર સરકારી બંગલાઓમાં રહે છે અને આ બંગલાઓનું ભાડું પણ નથી લેવાતું. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ મુખ્ય મંત્રીઓએ પોતાના બંગલાઓના આધુનિકરણ પાછળ 50-50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

  આ પણ વાંચો :  Video: કલમ 370 હટાવ્યાં પછી જુઓ જમ્મુ કાશ્મીરમાં કેવી છે પરિસ્થિતિ

  પ્રાપ્ત અહેવાલો મુજબ ઓમર અને મહેબૂબાના સરકારી બંગલોમાં જે લોકો કામ કરે છે તેનો પગાર પણ સરકાર ચુકવે છે. કલમ 370 દૂર થવાની સાથે જ હવે એવી અટકળો છે કે ઓમર અબ્દુલ્લા અને મહેબૂબાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.

  પૂર્વ મુખ્ય મંત્રીઓને મળતા સરકારી બંગલા


  આ પણ વાંચો :  કલમ 370, 35A હટવા છતાં શ્રીનગર સચિવાલય પરથી નથી ઉતર્યો જમ્મુ-કાશ્મીરનો ઝંડો

  ગુલામ નબી આઝાદ પણ સરકારી બંગલોમાં નથી રહેતા
  ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરના એક માત્ર પૂર્વ સી.એમ છે જેમણે સરકારી બંગલો પર કબ્જો ક્યારેય કર્યો નથી. તેમની પાસે ગુપ્કર રોડ પર જમ્મુ અને કાશ્મીર બેંકના સરકારી ગેસ્ટહાઉસમાં એક અસ્થાયી મકાન છે. જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ફારૂક અબ્દુલ્લા પોતાના નિવાસમાં રહે છે પરંતુ પોતાના ઘરના ભાડાનું બીલ સરકારમાં મૂકે છે.
  Published by:Jay Mishra
  First published: