50 લાખ લારી-રેકડીવાળાને સરકારની ગિફ્ટ, નવી સ્કિમ હેઠળ આપશે 5 હજાર કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: May 14, 2020, 9:20 PM IST
50 લાખ લારી-રેકડીવાળાને સરકારની ગિફ્ટ, નવી સ્કિમ હેઠળ આપશે 5 હજાર કરોડ રૂપિયા
સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5,000 કરોડ રૂપિયાનું સ્પેશ્યલ ક્રેડિટ સુવિધાની જાહેરાત

આ સ્કીમ હેઠળ કોવિડ-19નો માર સહન કરી રહેલા લારી-રેકડી પર ધંધો કરનાર વર્ક્રર્સને લાભ મળી શકશે

  • Share this:
નવી દિલ્હી : ઈકોનોમી પેકેજના બીજા દિવસે કેન્દ્ર સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5 હજાર કરોડની લિક્વિડીટી આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના આ પગલાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળી શકે છે.

10 હજાર રૂપિયાનું વર્કિંગ કેપિટલ

આ સ્કીમને એક મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે, પ્રતિ સ્ટ્રીટ વેન્ડર્સને કેન્દ્ર સરકાર 10,000 રૂપિયાનું વર્કિંગ કેપિટલ અપાવવા મદદ કરશે. સરકારે જણાવ્યું કે, જે સ્ટ્રીટ વેન્ડર્સ વચ્ચે ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપશે, તેમને વધારાનો લાભ પણ આપવામાં આવશે.

કોરોનાના મારથી બહાર આવવામાં સરળતા રહેશે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ સ્કીમ હેઠળ કોવિડ-19નો માર સહન કરી રહેલા લારી-રેકડી પર ધંધો કરનાર વર્ક્રર્સને લાભ મળી શકશે. આ નવી સ્કિમ હેઠળ કેન્દ્ર સરકાર આ વર્કર્સને લોન આપવાની સુવિધા આપશે. આ સાથે, જે વર્કર્સની ક્રેડિટ રિપમેન્ટ હિસ્ટ્રી સારી રહેશે, તેમને સરકાર તરફથી રિવોર્ડ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સિતારમને ઈકોનોમિક રાહત પેકેજની વિસ્તૃત જાણકારી આપી રહ્યા છે. પહેલા દિવસે તેમણે નાના અને કુટીર ઉદ્યોગો માટે જાહેરાત કરી છે. બીજા દિવસે તેમણે ગરીબ, પ્રવાસી મજૂર અને નાના તથા મધ્યમ ખેડૂતો માટે જાહેરાત કરી હતી.
First published: May 14, 2020, 9:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading