જે છાપાં-ટીવી-રેડિયો યોગ વિશે જાગૃતિ લાવશે તેને સરકાર એવોર્ડ આપશે

કુલ 33 એવોર્ડ આપવામાં આવશે જેમાં 11 અવોર્ડો છાપાઓને, 11 એવોર્ડ ટીવી ચેનલોન અને 11 એવોર્ડ રેડિયો ચેનલોને આપવામાં આવશે

News18 Gujarati
Updated: June 8, 2019, 5:07 PM IST
જે છાપાં-ટીવી-રેડિયો યોગ વિશે જાગૃતિ લાવશે તેને સરકાર એવોર્ડ આપશે
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે.
News18 Gujarati
Updated: June 8, 2019, 5:07 PM IST
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું હતું કે જે મીડિયા હાઉસ યોગ વિશે જાગૃતિ લાવવા માટે અને તેમાં ભાગીદારી વધારવા માટે જાગૃતિ લાવવાનું કામ કરશે તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, કુલ 33 એવોર્ડ આપવામાં આવશે જેમાં 11 અવોર્ડો છાપાઓને, 11 એવોર્ડ ટીવી ચેનલોન અને 11 એવોર્ડ રેડિયો ચેનલોને આપવામાં આવશે. આ માટે છ સભ્યોની જ્યૂરી દેશની 23 ભાષાઓમાં એન્ટ્રી સ્વીકારશે.

જૂન 10 થી લઇ 25 જૂન સુધી મીડિયા દ્વારા યોગની જાગૃતિ માટે જે કેમ્પેઇન કરસે તેને આ એવોર્ડ માટે ગણવામાં આવશે. 21 જૂનનાં રોજ આતંરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દિલ્હી, શિમલા, મૈસોર,. અમદાવાદ અને રાંચીમાં યોજવામાં આવશે.

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો મુખ્ય કાર્યક્રમ દેહરાદૂનમાં આવેલી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.

2015માં સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નવી દિલ્હીમાં રાજપથ પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 191 દેશનાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
2016નાં વર્ષમાં યોગા દિવસનો મુખ્ય કાર્યક્રમ ચંદિગઢમાં રાખવામાં આવ્યો હતો અને 2017નાં વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો કાર્યક્રમ લખનઉમાં યોજવામાં આવ્યો હતો.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...