તેજસને વિમાનવાહક પોતથી ઉડાવવાનું વિચારી રહી છે સેના, પરંતુ...

News18 Gujarati
Updated: June 11, 2019, 5:30 PM IST
તેજસને વિમાનવાહક પોતથી ઉડાવવાનું વિચારી રહી છે સેના, પરંતુ...
નૌસેના સ્વદેશી નિર્મિત તેજસને એવી રીતે ડેવલપ કરી રહ્યું છે, જેનાથી તે કોઇપણ શિપ પરથી ટેકઓફ અને લેન્ડ કરી શકે.

નૌસેના સ્વદેશી નિર્મિત તેજસને એવી રીતે ડેવલપ કરી રહ્યું છે, જેનાથી તે કોઇપણ શિપ પરથી ટેકઓફ અને લેન્ડ કરી શકે.

  • Share this:
દેશમાં જ તૈયાર થયેલું લડાકું વિમાન તેજસ (Tejas Fighter airCraft)ને નૌસેના પ્રોટોટાઇપના વિમાનવાહક પોતમાં લેન્ડિંગનું હાલમાં જ પરીક્ષણ થયું. પરંતુ હવે તેજસને વિમાનવાહક પોતથી ટેક ઓફ કરાવવાની સંભાવનાઓ પર સવાલ ઉઠ્યા છે. જો કે આવનારા દિવસોમાં રક્ષામંત્રી આ પ્રોજેક્ટને મંજુરી આપશે કે બંધ કરવાના નિર્ણય પર વિચાર કરશે. આ પ્રોજેક્ટ પાછળ મુખ્ય કારણ છે વધુ ખર્ચ.

ઉલ્લેખનીય છે કે સરકાર પહેલાથી જ આ લડાકુ વિમાન બનાવવા પાછળ 3500 કરોડ રૂપિયા ફાળવી ચૂકી છે. જેને આગળ વધારવા માટે વધુ ખર્ચ લાગી શકે છે. તો આ પ્રોજેક્ટ માટે બનેલી નાની ટીમ પર ડેડલાઇનની અંદર અનેક લક્ષ્યને પૂર્ણ કરવાનું દબાણ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ, 13 લોકો હતા સવાર

NDTVના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે કે નૌસેના સ્વદેશી નિર્મિત તેજસને એવી રીતે ડેવલપ કરી રહ્યું છે, જેનાથી તે કોઇપણ શિપ પરથી ટેકઓફ અને લેન્ડ કરી શકે, સાથે જ હિન્દી મહાસાગરના વિસ્તારમાં ઉભરી રહેલા ખતરા સામે લડી શકે. પ્રોટોટાઇપનું લેટેસ્ટ મોડલ LCA-N Mk-2ને પાંચથી સાત વર્ષની અંદર ડેવલપ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે, પરંતુ તેમાં ખર્ચ વધી જાય છે, પ્રોજેક્ટ ટીમ પર કામનો વધુ બોજ વધી રહ્યો છે.

હાલ તેજસને ડેવલપ કરનારી ટીમની સામે સૌથી મોટો પડકાર 260 કિમી (140 નોટ્સ)થી થોડી ઓછી સ્પીડે ઉડનારા 10.25 ટનના લડાકુ વિમાનને દરિયાકાંઠે સ્થિત વિમાનવાહક પોતના ડેક પર નીચે નમાવી ઉડાળવું અને ફ્યૂઝલેજ પર લગેલા હુક મદદથી રનવે પર સ્થિત અરેસ્ટિંગ વાયરને પકડવા અને માત્ર 90 મીટરની દૂર રોકાઇ જવું પડશે.
First published: June 11, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading