પાકિસ્તાનથી પરત ફરેલા ભારતીય વાયુસેનાના પાયલટ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના નામે ટ્વિટર પર ફ્રોડ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, અભિનંદનના નામે અનેક ફેક ટ્ટિટર એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે જે અનેક પ્રકારની તસવીરો અને જાણકારીઓ શેર કરવામાં આવી રહી છે.
ફેક ટ્ટિટર એકાઉન્ટ
નોંધનીય છે કે અભિનંદન ગત શુક્રવારે જ પાકિસ્તાનથી પરત ફર્યા છે અને સમગ્ર દેશે તેમની વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. સૂત્રો મુજબ અભિનંદનના નામનો ફાયદો ઉઠાવીને અનેક એવા ટ્વિટર એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે જે તેમનું પર્સનલ ટ્વિટર એકાઉન્ટ હોવાનો દાવો કરી રહ્યા છે.
ભારતીય વાયુસેનાએ પણ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે @Abhinandan_wc યૂઝરનેમથી એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જે ફેક છે પરંતુ સતત તસવીરો દ્વારા અસલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એકાઉન્ટથી રક્ષા મંત્રી નિર્મલા સીતારામણની સાથે અભિનંદનની એક તસવીર પણ શેર કરવામાં આવી છે. આ ઉપરાંત અભિનંદનના પરિવારની એક તસવીર પણ ટ્વિટ કરવામાં આવી છે. આ એકાઉન્ટને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે પરંતુ @dexxture__ યૂઝરનેમ વાળું વધુ એક એકાઉન્ટ હજુ પણ એક્ટિવ છે જેના 4000 ફોલોઅર્સ પણ છે. આ ઉપરાંત @IAF_Abhinanden અને @Abhinandan_WCdr જેવા અનેક ફેક એકાઉન્ટ હજુ પણ સક્રિય છે.
કોણ છે અભિનંદન?
પાકિસ્તાની ફાઇટ પ્લેનની સાથે ઝડપ દરમિયાન પાકિસ્તાનમાં પડેલા મિગ-21ના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો સેના સાથે જૂનો સંબંધ રહ્યો છે. તેમના પિતા સિમ્હાકુટ્ટી વર્ધમાન એર માર્શલના પદેથી નિવૃત્ત થયા હતા. તેઓએ 1999ના કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. તે ઈસ્ટર્ન એર કમાનના હેડ રહી ચૂક્યા છે, જે ચીનની વિરુદ્ધ અભિયાનોની જવાબદારી સંભાળે છે. અભિનંદન 2000માં સ્કૂલનું શિક્ષણ પૂરું કરીને નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા હતા. 2004માં ફાઇટર પાયલટ તરીકે તેઓ વાયુસેનામાં સામેલ થયા. મિગ-21 ઉડાવવાનું શરૂ કર્યા પહેલા તેઓ સુખોઈ 30 એમકેઆઇના પાયલટ હતા.