Home /News /national-international /

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું - બાઇડન અને હેરિસની ખુશામત ન કરે કેન્દ્ર, આત્મનિર્ભર બને PM મોદી

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું - બાઇડન અને હેરિસની ખુશામત ન કરે કેન્દ્ર, આત્મનિર્ભર બને PM મોદી

અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પસંદ થયેલા કમલા હેરિસને સુબ્રમણ્યમ સ્વામીએ હિન્દુ રાષ્ટ્રવાદના વિરોધી ગણાવ્યા

અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પસંદ થયેલા કમલા હેરિસને સુબ્રમણ્યમ સ્વામીએ હિન્દુ રાષ્ટ્રવાદના વિરોધી ગણાવ્યા

  નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi)આત્મનિર્ભર બનવાની સલાહ આપી છે. સ્વામીએ સોમવારે એક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને કહ્યું છે કે ભારત સરકારે અમેરિકામાં બનવા જઈ રહેલી જો બાઇડન ( Joe Biden)સરકારની ખુશામત ના કરવી જોઈએ. અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પસંદ થયેલા કમલા હેરિસને (Kamala Harris)સ્વામીએ હિન્દુ રાષ્ટ્રવાદના વિરોધી ગણાવ્યા છે.

  સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાની નવી બાઇડન-હેરિસ સરકારને ભારતમાં આમંત્રિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે બંનેની પ્રશંસા ના કરવી જોઈએ. ભારતના મામલામાં નિર્ણય કમલા હેરિસ દ્વારા આવશે અને કમલા હેરિસ વૈચારિક રીતે હિન્દુ રાષ્ટ્રવાદની વિરોધી રહી છે. જેનો મતલબ બીજેપી છે. આવામાં પીએમ મોદીએ આત્મનિર્ભર રહેવું જોઈએ.

  આ પણ વાંચો - માણસના શરીરમાં હવે આસાનીથી નહીં ઘુસી શકે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોના હાથ લાગી મોટી ઉપલબ્ધિ

  બીજેપીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે મને નથી લાગતું કે કમલા હેરિસ હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. તે ઉદારવાદી છે. ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મના પાલનની સ્વતંત્રતા છે. મને નથી લાગતું કે તેમાં હિન્દુ ધર્મને જ સૌથી મહત્વપૂર્ણ ધર્મ માનવો જોઈએ. આપણે જેને પણ માનીએ, જેની પણ પૂજા કરીએ. આખરે આપણા બધા એક છીએ.
  આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી માટે ટ્વિટ કર્યું હતું કે એ સારું રહેશે કે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (20 જાન્યુઆરી 2021 સુધી રાષ્ટ્રપતિ રહેશે) ને ટ્વિટ કરીને તેમને ભારતના સારા મિત્ર હોવાના નાતે ધન્યવાદ આપે. ગણતંત્ર દિવસના પ્રસંગે તેમને પરેડની સાથે-સાથે બીટિંગ ઘ રિટ્રીટમાં વિશેષ મહેમાનના રુપમાં ભારત આવવાનું આમંત્રણ આપે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Joe biden, Kamala Harris, Subramanian swamy, પીઅેમ નરેન્દ્ર મોદી, પીએમ મોદી, સરકાર

  આગામી સમાચાર