નવી દિલ્હી: દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, સરકાર તરફથી જનતાને મોટી મોટી લ્હાણી ચાલુ થઈ ગઈ છે. પહેલા મોંઘવારી ભથ્થું, બાદમાં બોનસ અને હવે ગ્રાહકોને સસ્તુ ભોજન આપવાની તૈયારીમાં છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાને તહેવારમાં રાહત આપવા માટે સરકારે સસ્તા ભાવે દાળ અને ડુંગળી આપવાની ઘોષણા કરી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દિવાળી પર ખાવા-પીવાના સામાન પર કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. સરકારે મોટી એક્શન લેતા રાજ્યોને અત્યંત નજીવા ભાવે દાળ આપવાની ઘોષણા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે દાળની કિંમતમાં 8 રૂપિયાનો કાપ મુક્યો છે અને આ ભાવે રાજ્યોને દાળ આપવામાં આવશે. જેથી ગ્રાહકો સુધી સસ્તું અનાજ પહોંચાડી શકાય. અને તહેવારો પર દાળની કમી અનુભવાય નહીં.
આ ઉપરાંત સરકાર ડુંગળીની કિંમતોને કંટ્રોલ કરવા માટે કામ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, સરકાર એવી વ્યવસ્થા કરશે તે તહેવાર પર બજારમાં ડુંગળીની તંગી ન સર્જાય, તેના માટે બફર સ્ટોકમાંથી ડુંગળી આપવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર