દેશમાં કોરોનાના નવા 20 હૉટસ્પૉટ જાહેર, અહીં ઝડપથી વધી રહ્યા છે કેસ

દેશમાં કોરોનાના નવા 20 હૉટસ્પૉટ જાહેર, અહીં ઝડપથી વધી રહ્યા છે કેસ
ગુજરાતમાં પણ કોરોનાનો કહેરઃ ભાવનગર અને સુરતનો પણ કોરોના હૉટસ્પૉટમાં સમાવેશ

ગુજરાતમાં પણ કોરોનાનો કહેરઃ ભાવનગર અને સુરતનો પણ કોરોના હૉટસ્પૉટમાં સમાવેશ

 • Share this:
  નવી દિલ્હીઃ ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus)ની અસર હવે ભારતમાં પણ ઝડપથી જોવા મળી રહી છે. ભારતમાં અત્યાર સુધી 4281 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 111 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સોમવારે 693 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 30 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારબાદથી કેન્દ્ર સરકારે દેશમાં 20થી વધુ સ્થળોની ઓળખ કોરોના વાયરસના નવા હૉટસ્પૉટ (Hotspot) તરીકે કરી છે.

  સરકાર તરફથી જે શહેરો અને જિલ્લાઓને કોરોના હૉટસ્પૉટ (Corona Hotspot) તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોટાભાગે 10થી 20 કોરોનાના દર્દી મળ્યા છે. કેન્દ્ર સરકારે આ કોરોના હૉટસ્પૉટની પસંદગી એટલા માટે કરી છે કારણ કે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 14 એપ્રિલ બાદ અનેક સ્થળોથી લૉકડાઉન હટાવી દેવામાં આવશે. એવામાં જે સ્થળોને કોરોના હૉટસ્પૉટ તરીકે નક્કી કરવામાં આવ્યા છે ત્યાં લૉકડાઉનને વધારવામાં પણ આવી શકે છે.  આ પણ વાંચો, ટ્રમ્પની ચેતવણીઃ ભારતે જો દવા ન મોકલી તો અમેરિકાનો બદલો સહન કરવો પડશે

  કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોને કોરોના હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં લેહ-લદાખ, જૈસલમેલ, બાંદીપુરા, શહીદ ભગત નગર (પંજાબ), સાસ નગર (પંજાબ), રૂપનગર (પંજાબ), દેહરાદૂન, સહારનપુર, પલપલ, ઝૂંઝૂનૂં ટોંક, લખનઉ, નાગપુર, ભોપાલ, સુરત, નિઝામુદ્દીન, રંગારેડ્ડી, નલગોંડા, દક્ષિણ કન્નડ, કોઝિકોડ, તિરુવતનંતપુરમ, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી, ભાવનગર, મદુરાઈ, વિલ્લુપુરમ, તમિલનાડુ, તિરરુચુલાપલ્લી, મલ્લપુરમ, નાગપુર, ગાંધીનગર સામેલ છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસથી સંક્રમિત બોરિસ જૉનસનની તબિયત બગડી, ICUમાં દાખલ
  Published by:News18 Gujarati
  First published:April 07, 2020, 10:42 am

  ટૉપ ન્યૂઝ