સમયસર લૉકડાઉન ન કર્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોના સંક્રમિત હોત : સ્વાસ્થ્ય મંત્રાલય

News18 Gujarati
Updated: May 22, 2020, 6:51 PM IST
સમયસર લૉકડાઉન ન કર્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોના સંક્રમિત હોત : સ્વાસ્થ્ય મંત્રાલય
સમયસર લૉકડાઉન ન કર્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોના સંક્રમિત હોત : સ્વાસ્થ્ય મંત્રાલય

COVID 19ના કેસની વૃદ્ધિના દરમાં 3 એપ્રિલ 2020થી સતત ઘટાડો જોવા મળે છે : સ્વાસ્થ્ય મંત્રાલય

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી કોવિડ-19 ના રોજ એક લાખથી વધુની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે બપોરે એક વાગ્યા સુધીમાં કોવિડ-19 ના 27,55,714 ની તપાસ કરવામાં આવી છે. એક દિવસમાં 1,03,829 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મંત્રાલયના મતે 24 કલાકમાં કોવિડ-19 ના 3,234 દર્દી સાજા થયા અને અત્યાર સુધીમાં 48,534 દર્દી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 21 મે સુધી કોરોના વાયરસનું સંક્રમણ કેટલાક રાજ્યો અને શહેરો/જિલ્લામાં કેન્દ્રિત થઈ ગયું છે. ડૉ વીકે પૉલે જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં લગભગ 80 ટકા કેસ અને પાંચ શહેરોમાં 60 ટકાથી વધારે, 10 રાજ્યોમાં 90 ટકાથી વધુ અને 10 શહેરોમાં 70 ટકાથી વધુ કોવિડ-19ના કેસ આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લૉકડાઉનના કારણે COVID-19થી મૃત્યુ થનારની સંખ્યાની વૃદ્ધિમાં મોટો ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો - કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના પોઝિટિવ, કહ્યું વાયરસને હળવાશથી ન લો, કોઈને પણ થઈ શકે છે

કેટલાક આંકડાનો ઉલ્લેખ કરતા ક્હ્યું કે COVID 19ના કેસની વૃદ્ધિના દરમાં 3 એપ્રિલ 2020થી સતત ઘટાડો જોવા મળે છે. સમયસર જો લૉકડાઉન ન લગાવ્યુ હોત તો આજે 14 થી 29 લાખની વચ્ચે કોરોના દર્દી હોત. પૉલના મતે લૉકડાઉનના કારણે આજે હજારો જિંદગીઓને બચાવી શક્યા છીએ. તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા અત્યારમાં સુધી 1 કરોડ લોકો સારવાર લઈ ચૂક્યા છે. આ બહુ મોટી સિદ્ધિ છે.

ડૉ વીકે પૉલે કહ્યું, ઘણા મૉડલથી વાત સામે આવી છે કે કોરોના વાયરસથી 37,000-78,000 મોત થઈ શકતા હતા. 14-29 લાખ કેસ થઈ શકતા હતા, લાખો કેસ નહી ફેલાયા કેમ કે આપણે નિર્ણય લીધો કે આપણે પોતાના ઘરની લક્ષ્મણ રેખા વટાવીશુ નહી.
First published: May 22, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading