આ સમય માર્ગ અકસ્માતોને લઈને સૌથી ખતરનાક, સરકારી અહેવાલમાં થયો મોટો ખુલાસો
આ સમયે દેશમાં સૌથી વધુ અકસ્માત
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક રિપોર્ટ 'રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા - 2021' અનુસાર, બપોરે 3 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય ભારતીય રસ્તાઓ પર સૌથી ખતરનાક છે. મોટાભાગના અકસ્માતો આ સમય દરમિયાન થાય છે, જ્યારે 12 થી સવારે 6 વાગ્યા વચ્ચેનો સમયગાળો 10 ટકાથી ઓછા અકસ્માતો સાથે સૌથી સુરક્ષિત છે.
નવી દિલ્હી: બપોરે 3 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમયગાળો ભારતીય રસ્તાઓ પર સૌથી જોખમી અને ઘાતક સાબિત થાય છે. સરકારી ડેટા દર્શાવે છે કે, વર્ષ 2021માં નોંધાયેલા કુલ માર્ગ અકસ્માતોમાંથી લગભગ 40% આ સમય દરમિયાન થયા હતા. તે જ સમયે, 12 થી સવારે 6 વાગ્યા વચ્ચેનો સમયગાળો 10 ટકાથી ઓછા અકસ્માતો સાથે સૌથી સુરક્ષિત જાણવા મળ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રિપોર્ટ 'રોડ એક્સિડેન્ટ્સ ઇન ઇન્ડિયા - 2021'માં આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ, 2021માં નોંધાયેલા કુલ 4.12 લાખ અકસ્માતોમાંથી 1.58 લાખથી વધુ અકસ્માતો બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાની વચ્ચે નોંધાયા હતા.
સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ 2021માં સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચેના અંતરાલમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. તે દેશના કુલ અકસ્માતોમાં લગભગ 21% હિસ્સો ધરાવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળેલી પેટર્નને અનુરૂપ છે. બપોરે 3 PM અને 6 PM ની વચ્ચેનો સમય લગભગ 18% અકસ્માતોમાં બીજા નંબરે છે. રિપોર્ટ અનુસાર, 2021 દરમિયાન 4,996 અકસ્માતોનો સમય જાણી શકાયો નથી.
આખા દેશમાં સમાન પેટર્ન
માર્ગ અકસ્માતોને લઈને સમગ્ર દેશમાં આવી જ પેટર્ન જોવા મળી છે. સામાન્ય રીતે બપોરથી સાંજ સુધીનો સમય રસ્તા પર સૌથી જોખમી હોય છે. આ સમયગાળા, દરમિયાન સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા છે. બીજી તરફ, રાત્રે 12થી સવારે 6:00 વાગ્યા સુધીના સમય અંતરાલમાં અકસ્માતોની સંખ્યા સૌથી ઓછી છે.
સૌથી વધુ માર્ગ અકસ્માતો તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં
રિપોર્ટના રાજ્યવાર ડેટાનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે, તામિલનાડુમાં સૌથી વધુ અકસ્માતો (14,416) સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાની વચ્ચે થયા હતા. આ પછી મધ્યપ્રદેશમાં 10,332 અકસ્માત નોંધાયા હતા. તેવી જ રીતે, જો કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના આંકડાઓને એકસાથે મિશ્રિત કરવામાં આવે તો, આ રાજ્યોમાં બપોરે 3 થી 9 વાગ્યા દરમિયાન 82,879 અકસ્માતના કેસ નોંધાયા છે, જે સમગ્ર ભારતમાં આ સમયગાળા દરમિયાન નોંધાયેલા અકસ્માતના કેસોની સંખ્યાથી લગભગ 52% થી વધુ છે. 2017થી બપોરે 3 PM થી 9 PM વચ્ચેના સમયગાળામાં કુલ અકસ્માતોના 35% થી વધુ નોંધાયા છે. જો 2020ને કોરોના રોગચાળાને કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના સમયને બાદ કરતાં જોવામાં આવે તો 2017 થી 2021 વચ્ચે ભારતમાં સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચે 85,000 થી વધુ માર્ગ અકસ્માતો થયા હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર