ટ્રિપલ તલાક માટે જોર લગાવી શકે છે સરકાર, વિપક્ષ સાથે વાતચીત ચાલુ

News18 Gujarati
Updated: January 29, 2018, 9:17 AM IST
ટ્રિપલ તલાક માટે જોર લગાવી શકે છે સરકાર, વિપક્ષ સાથે વાતચીત ચાલુ
પ્રતિકાત્મક તસવીર

બેઠક પહેલા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, 'આ મુદ્દાઓ મહત્વપૂર્ણ હોવાને કારણે અમે તેના પર ચર્ચા કરવા માંગીએ છીએ.'

  • Share this:
નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે રવિવારે કહ્યું કે, બજેટ સત્રમાં ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવા માટે સરકાર તમામ પ્રયાસ કરશે. બજેટ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. કુમારે આ વાત રવિવારે ઓલ પાર્ટી મિટિંગ પછી પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે બિલ પર એકમત માટે વિપક્ષ સાથે વાતચીત ચાલી રહી છે.

બજેટ સત્ર પહેલા સરકાર અને વિપક્ષના પ્રતિનિધિઓએ બેઠક કરીને સત્ર દરમિયાન સામે આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સત્રમાં સરકાર રાજ્યસભામાં અટવાયેલા ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવા માટે પૂરો પ્રયાસ કરશે. આ ઉપરાંત ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેના બિલને પણ સંસદમાં રજૂ કરી શકે છે. જ્યારે વિપક્ષની યોજના વધી રહેલા બળાત્કારના કેસ, સુપ્રીમ કોર્ટના વિવાદને લઈને સરકારને ઘેરવાની છે.

બેઠક પહેલા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, 'આ મુદ્દાઓ મહત્વપૂર્ણ હોવાને કારણે અમે તેના પર ચર્ચા કરવા માંગીએ છીએ. સરકારે હકારાત્મક વલણ અપનાવતા વિપક્ષને આ મુદ્દાઓને રજૂ કરવા દેવા જોઈએ.'

સર્વદળીય બેઠકમાં મોદી, રાજનાથ સિંહ અને નાણા મંત્રી અરુણ જેટલી સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જ્યારે મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ), મુલાયમસિંહ યાદવ (સમાજવાદી પાર્ટી), ડી. રાજા (સીપીઆઈ), કનિમોઝી (ડીએમકે), ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય (ટીએમસી), તારિક અનવર (એનસીપી)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

બે તબક્કામાં થશે બજેટ સત્ર

બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થશે. કોવિંદના સંબોધન બાદ બંને ગૃહમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી જેટલી ફેબ્રુઆરીમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર માટે અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે.સત્રનું પ્રથમ ચરણ નવમી ફેબ્રુઆરીના રોજ પૂરુ થશે. બીજુ ચરણ પાંચમી માર્ચથી 6ઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતના બજેટમાં મજબૂત રાજકીય સંદેશ જઈ શકે છે. ઉપરાંત આ બજેટમાં ખેડૂત અને ગરીબ પર ફોકસ કરવામાં આવી શકે છે.
First published: January 29, 2018, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading