Home /News /national-international /મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાતઃ કોવિડથી જીવ ગુમાવનારના પરિજનોને મળશે રૂ.50 હજાર

મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાતઃ કોવિડથી જીવ ગુમાવનારના પરિજનોને મળશે રૂ.50 હજાર

કોરોના દર્દીની ફાઈલ તસવીર

Maharashtra corona news: સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોરોના વાયરસના (Corona in Maharashtra)કારણે જીવ ગુમાવનાર દર્દીના (dead corona patinet) પરિવારજનોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

મુંબઈઃ મહારાષ્ટ્રની (Maharasthra Government) ઉદ્ધવ ઠાકરે સરકારે (Uddhav Thackeray) મોટી જાહેરાત કરી છે. સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોરોના વાયરસના (Corona in Maharashtra)કારણે જીવ ગુમાવનાર દર્દીના (dead corona patinet) પરિવારજનોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે આ માટે એક સ્વતંત્ર પોર્ટલ બનાવવામાં આવશે. અને આ પોર્ટલ ઉપર મૃતકોના પરિજનોએ સહાયની રકમ લેવા માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ વળતરની રકમ સંબંધિત વ્યક્તિના ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીંથી કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, હવે રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને સરકાર ધીમે ધીમે રાજ્યમાંથી તમામ પ્રકારના કોવિડ પ્રતિબંધો હટાવી રહી છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં કોવિડ-19ને કારણે અન્ય રાજ્યો કરતાં વધુ લોકોના મોત થયા છે.

નોંધનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે દેશમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજનાને લીલી ઝંડી આપી હતી. હવે મહારાષ્ટ્ર સરકારે તેને રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66 લાખ, 11 હજાર 078 લોકો કોવિડથી સંક્રમિત થયા છે. જો અત્યારે રાજ્યમાં સક્રિય કેસની વાત કરીએ તો, કોરોના ચેપના કુલ 16 હજાર 658 સક્રિય કેસ છે.

આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા (south africa) કોરોનાનું નવું વેરિઅન્ટ મળતાં ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગુરુવારે દક્ષિણ આફ્રિકા અને બોત્સાવાનામાં ઝડપથી ફેલાતા નવા કોરોનાવાયરસના નવા વેરિએન્ટ (Coronavirus Variant) પ્રકાર વિશે પણ ચર્ચા કરી હતી. સાયન્સ મીડિયા સેન્ટર દ્વારા પ્રકાશિત એક નિવેદનમાં, લંડનમાં UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલોક્સે જણાવ્યું હતું કે, b.1.1529 નામના નવા પ્રકારમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં પરિવર્તનો જોવા મળ્યા છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાની હત્યા, જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ

એ પ્રકારનું અનુમાન કરવામાં આવ્યું છે કે, સારવાર ન કરાયેલ એચઆઇવી/એઇડ્સ દર્દીમાંથી આ વાયરસ આવ્યો છે. બલોક્સે કહ્યું કે, ક્રોનિક ઇન્ફેક્શન દરમિયાન તેનો વિકાસ થવાની સંભાવના છે. આ તબક્કે આ વાયરસ કેટલો ફેલાઈ શકે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. થોડા સમય માટે તેની નજીકથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-પાટણઃ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પોલીસ મારનો આરોપ, PMમાં સામે આવ્યું અલગ સત્ય

મહત્વનું છે કે, નવા પ્રકારો સામે આવ્યા પછી, આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા સૂચના આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, વિદેશથી આવતા લોકોનું પરીક્ષણ સઘન રીતે કરવામાં આવે. જો આમાંથી કોઈ પ્રવાસી પોઝિટિવ આવે છે, તો તેના નમૂનાને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી રાજ્યમાં મોકલવામાં આવશે.
First published:

Tags: Coronavirus, Maharashtra News, Uddhav thackeray

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો