Home /News /national-international /VIDEO: ભારત સરકારે નવા સંસદ ભવનનો વીડિયો જાહેર કર્યો, જુઓ અંદરથી કેવું દેખાય છે આપણી પાર્લિયામેન્ટ

VIDEO: ભારત સરકારે નવા સંસદ ભવનનો વીડિયો જાહેર કર્યો, જુઓ અંદરથી કેવું દેખાય છે આપણી પાર્લિયામેન્ટ

new parliament of india

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 1.48 સેકન્ડના વીડિયોમાં સંસદના તમામ ક્ષેત્રોને બતાવવામાં આવ્યા છે. વીડિયોની શરુઆત સંસદના ટોચમાં લગાવેલ અશોક સ્તંભથી કરવામાં આવી છે. ત્યાર બાદ સત્યમેવ જયતે અંકિત ભવન બતાવ્યું છે. વીડિયોમાં ભવન બાદ સંસદનો એરિયલ વ્યૂ બતાવ્યો છે. તેમાં સાથે જૂની સંસદ પણ દેખાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરશે. લોકાર્પણના બે દિવસ પહેલા સરકારે સંસદનો પ્રથમ વીડિયો જાહેર કર્યો છે. જાહેર કરેલા વીડિયોમાં નવા સંસદભવનની ભવ્યતા અને સુંદરતા જોઈ શકાય છે.

વીડિયોની શરુઆત


ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 1.48 સેકન્ડના વીડિયોમાં સંસદના તમામ ક્ષેત્રોને બતાવવામાં આવ્યા છે. વીડિયોની શરુઆત સંસદના ટોચમાં લગાવેલ અશોક સ્તંભથી કરવામાં આવી છે. ત્યાર બાદ સત્યમેવ જયતે અંકિત ભવન બતાવ્યું છે. વીડિયોમાં ભવન બાદ સંસદનો એરિયલ વ્યૂ બતાવ્યો છે. તેમાં સાથે જૂની સંસદ પણ દેખાય છે.


આવી છે લોકસભા અને રાજ્યસભા


વીડિયોમાં એરિયલ વ્યૂ બાદ લોકસભા બતાવી છે. જેની ભવ્યતા જોઈને ચોંકી જશો. લીલા રંગના બેરગ્રાઉન્ડ અને ઈંટીરિયર હોય કે પછી સોનેરી રંગની દીવાલો, જ્યાં જ્યાં આપની નજર પડશે, ત્યાં થોડી વાર ઊભા રહી જોવાનું મન થઈ જશે. લોકસભામાં અધ્યક્ષના આસન પર અશોક ચક્ર લગાવામાં આવ્યું છે. મોરના પંખની આકૃતિ લોકસભા ભવનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તો વળી લાલ રંગના બૈકગ્રાઉન્ડ અને ઈંટીરિયરથી બનેલા રાજ્યસભાની ભવ્યતા પણ અનોખી છે.

28 મે, 2023 આ એ તારીખ છે, જે દેશના ઈતિહાસમાં હંમેશા માટે અમર થવાનો છે. ભારતની રાજકીય ઘટનાઓનો જ્યારે જ્યારે ઉલ્લેખ થશે, ઈતિહાસ લખનારા તેને આ તારીખનો ઉલ્લેખ ચોક્કસથી કરશે. હકીકતમાં જોઈએ તો, 28 મેના રોજ દેશને નવું સંસદ ભવન મળવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે, જે બાદ ભારતીય લોકતંત્ર માટે તમામ નવા કાયદા આ સંસદ ભવનમાં બનશે.

આ પણ વાંચો: હવન-પૂજા સાથે 28મી મેએ દેશને મળશે નવું સંસદ ભવન; PM મોદી કરશે ઉદ્ધાટન, જાણો સમગ્ર કાર્યક્રમ

નવા સંસદ ભવનના ઉદ્ધાટનની સાથે વધુ એક ઐતિહાસિક કામ થવા જઈ રહ્યું છે. ભારતની સ્વતંત્રતાનું પ્રતીક સેંગોલ પણ આ દિવસે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ એ જ સેંગોલ છે, જેને સ્વતંત્રતાનું પ્રતીક તરીકે પંડિત જવાહર લાલ નહેરુએ બ્રિટિશ સરકાર પાસેથી લીધું હતું. અત્યાર સુધીમાં આ સેંગોલ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું. પણ હવે તેને લોકસભા સ્પીકરની ખુરશીની બાજૂમાં લગાવવામાં આવશે.
First published:

Tags: Indian Parliament