Home /News /national-international /ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પર ભારત સરકારે ઉઠાવ્યા સવાલ, કહ્યું- વાસ્તવિકતાથી ઘણો દૂર છે રિપોર્ટ
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પર ભારત સરકારે ઉઠાવ્યા સવાલ, કહ્યું- વાસ્તવિકતાથી ઘણો દૂર છે રિપોર્ટ
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતનું રેન્કિંગ 121 દેશોમાંથી 107માં નંબરે આવી ગયું છે. (ફાઈલ ફોટો-AFP)
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022 પર ભારત સરકારે સવાલ ઉઠાવતા તેને ભૂખનું ખોટું માપ દંડ ગણાવ્યું છે અને કહ્યું કે આ કાર્યપ્રણાલીના ગંભીર સવાલોથી ગ્રસ્ત છે. આ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 121 દેશોમાં 107માં નંબર પર છે.
નવી દિલ્હી: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022 પર ભારત સરકારે સવાલ ઉઠાવતા તેને ભૂખનું ખોટું માપ દંડ ગણાવ્યું છે અને કહ્યું કે આ કાર્યપ્રણાલીના ગંભીર સવાલોથી ગ્રસ્ત છે. આ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 121 દેશોમાં 107માં નંબર પર છે. તેને લઈને સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ વાસ્તવિકતાથી પર છે. આ સિવાય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની અવગણના કરવાનો આ એક પ્રયત્ન છે.
એશિયામાં અફઘાનિસ્તાન પછી સૌથી ખરાબ સ્થિતિ
વૈશ્વિક ભૂખ ઈન્ડેક્સ(સીએચઆઈ) દ્વારા વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર નજર રાખવામાં આવે છે અને તેની ગણતરી કરવામાં આવે છે. 29.1 અંકોની સાથે ભારતમાં ભૂખનું સ્તર ગંભીર છે. શનિવારે બહાર પાડવામાં આવેલા વિશ્વિક હંગર ઈન્ડેક્સ 2022 મુજબ, ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને તે 121 દેશોમાં 107 નંબર પર પહોંચી ગયું છે. ભારત આ પહેલા વર્ષ 2021માં 116 દેશોમાં 101માં નંબરે હતું. જ્યારે 2020માં તે 94માં ક્રમે હતું.
ભારતમાં બાળકોમાં શોર્ટનેસનો દર સૌથી વધુ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ ભૂખના સ્તરવાળા ક્ષેત્ર, દક્ષિણ એશિયામાં બાળકોમાં ચાઈલ્ડ સ્ટંટિંગ રેટ સૌથી વધુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ 19.3 ટકા છે, જે વિશ્વના કોઈ પણ દેશમાં સૌથી વધુ છે અને ભારતની મોટી વસ્તીના કારણે તે આ ક્ષેત્રમાં સરેરાશ વધે છે.
ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બાળકોમાં ચાઈલ્ડ સ્ટંટિંગ રેટ 35થી 38 ટકાની વચ્ચે છે અને ક્ષેત્રમાં અફઘાનિસ્તાનમાં આ દર સૌથી વધુ છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં કુપોષણની વ્યાપકતા 2018-2020માં 14.6 ટકાથી વધી 2019-2020માં 14.6 ટકાથી વધીને 2019-2021માં 16.3 ટકા થઈ છે. તેનો અર્થ છે કે વિશ્વમાં કુલ 82.8 કરોડમાંથી ભારતમાં 22.43 કરોડની વસ્તી કુપોષિત છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર