મોટો નિર્ણયઃ કેન્દ્ર સરકારે રાજ્યો માટે Covid-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

કેન્દ્ર સરકારે ઈન્ડિયા કોવિડ-19 રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર (Government of India)એ મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય હેલ્થ સિસ્ટમ (India Health Systems) ને વ્યવસ્થિત કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરું ફંડ આપવાની મંજૂરી આપી છે. તેના માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયા કોવિડ-19 રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ (India COVID-19 Emergency Response and Health System Preparedness Package) પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખર્ચ માટે આપવામાં આવેલી પુરી રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.

  કોરોના સામેની લડાઈમાં રાજ્યો મળ્યો કેન્દ્ર સરકારનો સાથ

  કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધન સારા કરવાને ધ્યાને લઈ ખાસ પેકેજ આપ્યું છે. આ પેકેજ ‘ઈન્ડિયા કોવિડ-19 રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ Preparedness’ને લઈને છે. તેમાં જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી આ પ્રોજેક્ટને ત્રણ ચરણોમાં વહેંચવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્ર રાજ્યોને નાણાં આપશે.

  ચરણ 1: જાન્યુઆરી 2020થી જૂન 2020
  ચરણ 2: જુલાઈ 2020થી માર્ચ 2021
  ચરણ 3: એપ્રિલ 2021થી માર્ચ 2024

  પહેલા ચરણને લઈને નાણા મોકલી દેવામાં આવ્યા છે. આ નાણાનો ઉપયોગ કોવિડ હૉસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, વેન્ટિલેટર્સ, ઓક્સિજન સપ્લાય, લૅબ, પીપીઈ, માસ્ક, હેલ્થ વર્કરની નિયુક્તિ જેવી બાબતોમાં ખર્ચ કરી શકાશે.

  આ પણ વાંચો, કોરોના વાયરસથી લડવા માટે અનેક ખૂબીવાળા N-95  માસ્ક કેમ જરૂરી?

  જાણો તેની 5 ખાસ વાતો

  (1) નેશનલ હેલ્થ મિશનની ડારયેકરટ વંદના ગુરુનાનીએ એક સર્ક્યૂલર જાહેર કરીને કહ્યું કે 100 ટકા સેન્ટ્રલ પ્રોજેક્ટને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ ચરણમાં લાગુ કરવામાં આવશે.
  (2) આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાયરસ સંક્રમિતતા અટકાવવી અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. સાથોસાથ તેમાં મેડિકલ ઉપકરણ, દવાઓની ખરીદી, લૅબ બનાવવી અને બાયો-સિક્યુરિટી તૈયારીઓ સહિત નિરીક્ષણ પ્રવૃત્તિઓને મજબૂત કરવાનું સામેલ છે.
  (3) આ સર્ક્યૂલર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને હેલ્થ કમિશ્નરોને મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ફંડ આપવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો, એક સંક્રમિત વ્યક્તિના માધ્યમથી હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે કોરોના વાયરસ?

  (4) પહેલા ચરણ હેઠળ લાગુ કરવાની મુખ્ય પ્રવૃત્તિઓમાં કોવિડ-19 હૉસ્પિટલ વધારવી અને અન્ય હૉસ્પિટલોનો વિકાસ કરવાનો છે. સાથોસાથ આઇસોલેશન રૂમ, વેન્ટિલેટરની સાથે આઈસીયૂ, હૉસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય, હૉસ્પિટલોમાં લૅબને વ્યવસ્થિત કરવામાં આવશે.
  (5) પહેલા ચરણમાં લૅબ એન એમ્બ્યૂલન્સ પણ વધારવામાં આવશે. રિપોર્ટ મુજબ, કેન્દ્રીય પેકેજથી રાજ્યમાં સુરક્ષા ઉપકરણ (PPE), N-95  માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં સહાયતા કરવામાં આવશે, જે ભારત સરકાર દ્વારા ખરીદીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસના પહેલા દર્દીથી 10 લાખ સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો?
  Published by:Mrunal Bhojak
  First published: