AAI Recruitment: એરપોર્ટ ઓથિરિટીમાં 368 પદો પર ભરતી, 1.80 લાખ સુધીનો પગાર

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કાયમી નોકરી મેળવવા માટે 29 જાન્યુઆરી પહેલા કરો અરજી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કાયમી નોકરી મેળવવા માટે 29 જાન્યુઆરી પહેલા કરો અરજી

  • Share this:
    AAI Recruitment: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, એએઆઈ (Airports Authority of India, AAI) 368 પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.aai.aero ના માધ્યમથી આ પદો પર અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી, 2021 છે.

    શું છે પગાર ધોરણ (Salary)?

    જે લોકોને આ પદો માટે પસંદ કરવામાં આવશે તેમને મેનેજિરીયલ પદો પર 60 હજારથી લઈને 1.80 લાખ રૂપિયા અને જૂનિયર એક્ઝિક્યૂટિવ પદો પર 40 હજારથી લઈને 1.40 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.

    આ પદો માટે શરૂ થઈ ભરતી પ્રક્રિયા (Vacancy Details)

    - મેનેજર (ફાયર સર્વિસિસ)- 11 પદ
    - મેનેજર (ટેકનીકલ)- 2 પદ
    - જૂનિયર એક્ઝિક્યૂટિવ (એર ટ્રાફિક કન્ટ્રોલ) - 264 પદ
    - જૂનિયર એક્ઝિક્યૂટિવ (એરપોર્ટ ઓપરેશન) - 83 પદ
    - જૂનિયર એક્ઝિક્યૂટિવ (ટેકનીકલ) -8 પદ

    આ પણ વાંચો, 877 રૂપિયામાં કરો ફ્લાઇટમાં પ્રવાસ, IndiGo અને SpiceJet આપી રહી છે જોરદાર ઓફર

    શૈક્ષણિક યોગ્યતા (Educational Qualification)

    અલગ અલગ પદો માટે શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. તેથી અરજી કરતાં પહેલા નોટિફિકેશન ચોક્કસ વાંચી લેજો.

    આ પણ વાંચો, ક્લાઇમેટ ચેન્જથી લઈને મેક્સિકો વૉલ સુધી, રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યા ટ્રમ્પના આ 8 નિર્ણય

    અરજી કરવા માટેની ફી (Application Fees)

    આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને 1000 રૂપિયા ફી જમા કરાવવી પડશે. બીજી તરફ એસટી તથા મહિલા ઉમેદવારોને 170 રૂપિયા જ્યારે જે ઉમેદવારોએ એક વર્ષની અપરેન્ટિસ તાલીમ પૂરી કરી છે તેમને કોઈ ફી નહીં આપવી પડે.
    Published by:Mrunal Bhojak
    First published: