Home /News /national-international /PM મોદી ઉપર વિવાદિત હેશટેગ ઉપર ટ્વિટરે ન કરી કાર્યવાહી, સરકારે twitterને નોટિસ પાઠવી

PM મોદી ઉપર વિવાદિત હેશટેગ ઉપર ટ્વિટરે ન કરી કાર્યવાહી, સરકારે twitterને નોટિસ પાઠવી

પ્રતિકાત્મક તસવીર

ટ્વિટર ઉપર #ModiPlanningFarmerGenocide હેશટેગ ટ્રેન્ડ થયો હતો. સરકારે ટ્વિટરને આવા એકાઉન્ટ ઉપર કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. પરંતુ ટ્વિટરે ખુદ એકાઉન્ટ શરુ કર્યું હતું.

નવી દિલ્હીઃ ખેડૂતના નરસંહારવાળા હેશટેગ ઉપર કાર્યવાહીન કરવા પર કેન્દ્ર સરકાર (central Government) દ્વારા ટ્વિટરને (Notice to Twitter) નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર ઉપર #ModiPlanningFarmerGenocide હેશટેગ ટ્રેન્ડ થયો હતો. સરકારે ટ્વિટરને આવા એકાઉન્ટ ઉપર કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. પરંતુ ટ્વિટરે ખુદ એકાઉન્ટ શરુ કર્યું હતું. માનવામાં આવે છે કે જો ટ્વિટર વહેલીતકે કેન્દ્ર સરકારના આદેશોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

ટ્વિટરમાં રજૂ કરેલી નોટિસમાં કહ્યું હતું કે " #ModiPlanningFarmerGenocide હેશટેગનો ઉપયોગ લોકોને ભડકાવવા, નફરત ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. અને આ તથ્યાત્મક રૂપથી ખોટું હતું. આ સમાજમાં તમાવ પેદા કરવા માટે ચલાવવામાં આવેલું અભિયાન હતું. નરસંહાર માટે ભડકાવવું અભિવ્યક્તિની આઝાદી નથી. આ કાયદા વ્યવસ્થા માટે ખતરો છે. "

નોટિસમાં વધુમાં લખ્યું છે કે 'દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે હિંસા થઈ. સરકાર તરફથી વિવાદિત ટ્વીટ કરનારા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ આપવા છતાં ટ્વિટરે પોતાની મરજીથી એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરી દીધા છે.'

આ પણ વાંચોઃ-

30 જાન્યુઆરીએ ટ્વિટર ઉપર લીડ થયો હતો હેશટેગ
ટ્વિટર ઉપર #ModiPlanningFarmerGenocide હેશટેગની સાથે ટ્વીટ કર્યું હતું. 30 જાન્યુઆરીએ હેશટેગ ટ્વિટર ઉપર લીડ કરી રહ્યું હતું. આમાં અનેક ટ્વીટ/ટ્વીટર એકાઉન્ટ વિદેશથી ચાલી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-

સસ્પેન્ડ થનારા એકાઉન્ટમાં કેટલાક ખેડૂત યુનિયન અને ખેડૂત નેતાઓના એકાઉન્ટનો પણ સમાવેશ થયો હતો. ઉલ્લેખનીય છે કે ટ્વિટરને આ એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.પહેલા ટ્વિટરે સસ્પેન્ડ કર્યા હતા 500 એકાઉન્ટ
આ પહેલા 27 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ ઉપર ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા બાદ ટ્વિટરે 500 એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા હતા. ટ્વિટરે કહ્યું હતું કે, આ એકાઉન્ટ ઉપર લેબલ પણ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ઉપર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે હિંસા, દુર્વ્યવહાર અને ધમકીઓની તેમના પ્લેટફોર્મ ઉપર કોઈ જગ્યા નથી.
First published:

Tags: Twitter, પીએમ મોદી, મોદી સરકાર