Home /News /national-international /

Travel Advisory: સરકારે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી, આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે આવા રહેશે નિયમો

Travel Advisory: સરકારે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી, આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે આવા રહેશે નિયમો

નવી એડવાઇઝરી 14 ફેબ્રુઆરીથી પ્રભાવી થઇ જશે

government issued new travel advisory - દેશમાં કોવિડના કેસોમાં (Covid-19 cases)ઘટાડો નોંધાતા કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રી યાત્રીઓ માટે સંશોધિત એડવાઇઝરી જાહેર કરી છે

  નવી દિલ્હી : દેશમાં કોવિડના કેસોમાં (Covid-19 cases)ઘટાડો નોંધાતા કેન્દ્ર સરકારે (Central Government)આંતરરાષ્ટ્રી યાત્રીઓ માટે સંશોધિત એડવાઇઝરી જાહેર (government issued new travel advisory)કરી છે. આ પહેલા ચિન્હિત કરેલા એટ રિસ્ક અને અન્ય દેશોના સીમાંકનને પણ ખતમ કરી દીધા છે. સાથે નવી એડવાઇઝરીમાં (new rules for international travelers)યાત્રા પછી 14 દિવસો સુધી સ્વંય નજર રાખવાની વાત કરવામાં આવી છે. જ્યારે આ પહેલા સરકાર તરફથી જાહેર કરાયેલા નિર્દેશોમાં 7 દિવસોના હોમ ક્વોરન્ટાઇનની વાત કરવામાં આવી હતી. નવી એડવાઇઝરી 14 ફેબ્રુઆરીથી પ્રભાવી થઇ જશે.

  યાત્રીઓએ નક્કી કરેલી યાત્રા પહેલા એર સુવિધા પોર્ટલ પર સ્વ ઘોષણા પત્ર જાહેર કરવું પડશે. જેમાં છેલ્લા 14 દિવસોની યાત્રાની જાણકારી જરૂરી છે. સાથે યાત્રીએ નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવો પડશે. આ રિપોર્ટ યાત્રા પહેલા 72 કલાકથી વધારે જૂનો હોવો જોઈએ નહીં. આ સિવાય એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક યાત્રીને રિપોર્ટની પ્રામાણિકતાના સંબંધમાં એક ઘોષણાપત્ર પણ પ્રસ્તુત કરવું પડશે. નહીંતર યાત્રી સામે આપરાધિક કાર્યવાહી થઇ શકે છે.

  આ પણ વાંચો - Assembly Elections 2022: પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની કરી પ્રશંસા

  આગમન પર શું હશે નિયમ?

  નવી એડવાઇઝરી પ્રમાણે એરપોર્ટ પર ઉપસ્થિત સ્વાસ્થ્ય અધિકારી બધા યાત્રીનું થર્મલ સ્ક્રીનિંગ કરશે. યાત્રીએ એરપોર્ટ સ્ટાફને ઓનલાઇન ભરેલું સ્વ ઘોષિત ફોર્મ પણ દેખાડવું પડશે. લક્ષણ હશે તો યાત્રીને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવશે અને મેડિકલ ફેસિલિટીમાં લઇ જવાશે. કોવિડ પોઝિટિવ આવવા પર કોન્ટેક્ટની ઓળખ કરવામાં આવશે.

  આ દેશોમાંથી આવતા યાત્રીઓને મળશે રાહત

  અલ્બાનિયા, એંડોરા, અંગોલા, એન્ટીગુઆ, બારબુડા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, અઝરબૈજાન, બાંગ્લાદેશ, બહરિન, બેલારુષ, બોત્સવાના, બુલ્ગારિયા, કેનેડા, કંબોડિયા, ચિલી, કોલંબિયા, કોમનવેલ્થ ઓફ ડોમિનિકા, કોસ્ટા રિકા, ક્રોએશિયા, ક્યૂબા, સાઇપ્રસ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જોર્જિયા, ગ્રેનેડા, ગ્વાટેમાલા, ગુયાના, હોંગકોંગ, હંગરી, આઇલેન્ડ, ઇરાન, આયરલેન્ડ, ઇઝરાયેલ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, લાત્વિયા, લેબનાન, લિકટેંસ્ટાઇન, મલેશિયા, માલદીવ, માલી, મોરિશિસ, મેક્સિકો, મોલ્ડોવા, મંગોલિયા, મ્યાનમાર, નામીબિયા, નેપાળ, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડ્સ, નિકારાગુઆ, નોર્થ મેસેડોનિયા, ઓમાન, પેરાગ્વે, પનામા, પોર્ટુગલ, ફિલિપાઇન્સ, કતર, રોમાનિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન મરીનો, સઉદી અરબ, સર્બિયા, સિએરા લિયોન, સિંગાપુર, સ્લોવાક, રિપલ્બિક, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, સ્ટેટ ઓફ ફિલિસ્તીન, સ્વીડન, સ્વિત્ઝર્લેન્ડ, થાઇલેન્ડ, બ્રિટન, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, તુર્કી, યૂક્રેન, અમેરિકા, વેનેઝુએલા, વિયતનામ, ઝિમ્બાબ્વે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Center government, COVID-19

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन