Home /News /national-international /કેન્દ્રીય કર્મચારીઓને હવે સરકાર કરાવશે વિદેશયાત્રા!

કેન્દ્રીય કર્મચારીઓને હવે સરકાર કરાવશે વિદેશયાત્રા!

કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને એલટીસી પર વિદેશ જવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. અધિકારીઓએ આ જાણકારી આપતા જણાવ્યું કે, કર્મચારી મંત્રાલયે આ મુદ્દે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અને ગૃહ, પર્યટન, નાગરિક ઉડ્ડયન અને વ્યય વિભાગ જેવા અન્ય સંબંધિત વિભાગો દ્વારા ટુંક સમયમાં આ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે.

અધિકારીઓએ આ સંબંધમાં એક સંદેશાનો હવાલો આપતા કહ્યું છે કે, વિદેશ મંત્રાલયે આ પ્રસ્તાવમાં પાંચ મધ્ય એશિયાઈ દેશ કઝાખિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજાકિસ્તાનને એલટીસી હેઠળ લાવવાની વાત રાખી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ દેશોના પ્રવાસ માટે મંજૂરી આપી રણનૈતિક રીતે મહત્વના મધ્ય એશિયાના આ દેશોમાં ભારતની ઉપસ્થિતિ નોંધાવાનો છે.

આ પહેલા માર્ચ મહિનામાં સરકારે કહ્યું હતું કે, તેમણે પોતાના કર્મચારીઓને એલટીસી પર સાર્ક દેશોની યાત્રા કરવા સાથે જોડાયેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે. એલટીસી હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને રજાની સાથે આવવા-જવાની ટિકિટની ચૂકવણી કરવામાં આવે છે.

કર્મચારી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, સાર્ક દેશોમાં સરકારી કર્મચારીઓને એલટીસીની સુવિધાનો પ્રસ્તાવ સાર્ક દેશોમાં લોકો સાથે સંપર્ક વધારવાના ઉદ્દેસ્યથી સરકારે આની તપાસ કરી. ત્યારબાદ તમામ પહેલુની તપાસ કર્યા બાદ એવું સામે આવ્યું કે, તેને આગળ વધારવું સંભવ નથી. નવીન આંકડા અનુસાર, 48.41 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારી છે.

તમને જણાવી દઈએ કે, દક્ષિણ એશિયાઈ દેશોના સમૂહ સાર્કમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદિવ, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકા શામેલ છે.
First published:

Tags: Abroad, Employees, સરકાર