Home /News /national-international /

Chhattisgarh: રાયપુર એરપોર્ટ પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ, પાઈલટ અને કો-પાઈલટનું મોત

Chhattisgarh: રાયપુર એરપોર્ટ પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ, પાઈલટ અને કો-પાઈલટનું મોત

રાયપુર એરપોર્ટ પર ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર.

Helicopter Crashes News: રાયપુરના SSP પ્રશાંત અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત રાયપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયો હતો. ગુરુવારે રાત્રે લગભગ 9.10 વાગ્યાની આસપાસ રાયપુર એરપોર્ટ રનવેના છેડે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, CISF અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વધુ જુઓ ...
    છત્તીસગઢ (Chhattisgarh)ની રાજધાની રાયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. રાયપુર એરપોર્ટ (Raipur airport) પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ (helicopter crashes) થયું છે. આ અકસ્માતમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 1 પાયલટ અને એક કો-પાયલોટ હતા. બંનેના મોત થયા છે.

    રાયપુરના SSP પ્રશાંત અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત રાયપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયો હતો. ગુરુવારે રાત્રે લગભગ 9.10 વાગ્યાની આસપાસ રાયપુર એરપોર્ટ રનવેના છેડે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, CISF અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    આ પણ વાંચો- Gyanvapi Mosque Survey : જ્ઞાનવાપી મસ્જિદ - કોર્ટ કમિશ્નર નહીં હટાવાય, 17 મે પહેલા પુરો કરવો પડશે સર્વે

    છત્તીસગઢ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યનું હેલિકોપ્ટર આજે રાત્રે લગભગ 9.10 વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. તે નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ પર હતો. ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાના પ્રાથમિક સંકેતો છે. આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું મોત થયું છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા DGCA અને રાજ્ય સરકારના આદેશ પર વિગતવાર તકનીકી તપાસ હાથ ધરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રામકૃષ્ણ હોસ્પિટલ પ્રશાસને પાયલટોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. થોડો સમય અરાજકતા સર્જાઈ હતી, પરંતુ સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.

    આ પણ વાંચો- Rising Gujarat 2022 : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે news18 ગુજરાતીના નવા લુકનું બિગ લોન્ચિંગ

    મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

    છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યના હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલટ કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ બઘેલે કહ્યું છે કે 'દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવારના સભ્યોને શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે'. જણાવી દઇએ કે દુર્ઘટના બાદ હેલિકોપ્ટરને ખરાબ રીતે નુકસાન થયું છે. તપાસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Chhattisgarh Breaking, Chhattisgarh News, Helicopter, Helicopter-crash

    આગામી સમાચાર