કોરોના વેક્સીન માટે 50 હજાર કરોડનું બજેટ નક્કી, એક ડોઝની કિંમત 147 રૂપિયા હશે : રિપોર્ટ

News18 Gujarati
Updated: October 22, 2020, 10:10 PM IST
કોરોના વેક્સીન માટે 50 હજાર કરોડનું બજેટ નક્કી, એક ડોઝની કિંમત 147 રૂપિયા હશે : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

માનવામાં આવે છે કે ભારતમાં એક વ્યક્તિને બે ઇંજેક્શનની જરૂરત રહેશે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)મંગળવારે દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે સરકાર દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન (Corona Vaccine)પહોંચાડવાનો પુરતો પ્રયત્ન કરી રહી છે. મામલામાં જાણકારી રાખનાર લોકોના મતે આ કામ માટે સરકારે 50 હજાર કરોડ રૂપિયા નક્કી કર્યા છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે (Modi Government) 130 કરોડથી વધારે વસ્તીવાળા દેશમાં પ્રતિ વ્યક્તિ વેક્સીનનો ખર્ચ 6-7 ડોલરનો અંદાજ લગાવ્યો છે. રિપોર્ટ બતાવે છે કે નક્કી કરેલી રકમ વિત્ત વર્ષ માટે અને આ કામ માટે આગળ ફંડની કોઈ ખોટ રહેશે નહીં. માનવામાં આવે છે કે ભારતમાં એક વ્યક્તિને બે ઇંજેક્શનની જરૂરત રહેશે. જેની કિંમત બે ડોલર પ્રતિ શોટ હશે. આ સિવાય 2-3 ડોલર ખર્ચ વેક્સીનના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટમાં આવશે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ, 1201 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 89.15 ટકા

કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાના ઘણા મોટા દેશોની આર્થિક કમર તુટી ગઈ છે. ભારતમાં લગભગ 3 મહિના સુધી ચાલેલા લોકડાઉનને ચરણબદ્ધ રીતે ખોલી નાખવામાં આવ્યા છે.

મંગળવારે ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન કોવૈક્સિનને અંતિમ રાઉન્ડના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. માનવામાં આવે છે કે ભારત બાયોટેકની (Bharat Boiotech)આ વેક્સીનના ફેઝ-3ના ટ્રાયલ આગામી મહિનાથી શરૂ થઈ શકે છે અને વેક્સીન ફેબ્રુઆરી સુધી તૈયાર થઈ શકે છે. ભારત બાયોટેક આ વેક્સીનનું નિર્માણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian council of medical research)સાથે મળીને કરી રહ્યું છે. આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની પાર્ટનરશિપમાં એક વેક્સીન બની રહી છે. આ સાથે ઝાયડસ કેડીલા પણ ZyCov-D નામની એક વેક્સીન તૈયાર કરી રહ્યું છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2020, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading