Afghanistan Crisis: માતા દુર્ગા સાથે જોડાયેલ છે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાન

મંગળવાર સુધી 800થી વધારે લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા

Operation Devi Shakti : આ અભિયાનનું નામ આવું કેમ રાખવામાં આવ્યું છે તે વિશે જાણકાર લોકોએ માહિતી આપી છે

  • Share this:
    નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં (Afghanistan)તાલિબાનનો (Taliban) કબજો થયા પછી ભારત સરકાર (Indian Government)ત્યાં રહેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી રહી છે. સરકાર આ માટે સતત અભિયાન ચલાવી રહી છે. મંગળવાર સુધી 800થી વધારે લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા છે. જોકે થોડાક લોકો જ જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi)નેતૃત્વમાં ચાલી રહેલા આ ઓપરેશનને ‘ઓપરેશન દેવી શક્તિ’નું (Operation Devi Shakti) નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ આવું કેમ રાખવામાં આવ્યું છે તે વિશે જાણકાર લોકોએ માહિતી આપી છે.

    આ સંબંધમાં જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે આ નામને એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હિંસાથી માસૂમ ભારતીયોને બચાવીને સ્વદેશ લાવવાના છે. જેવી રીતે માતા દુર્ગાએ લોકોને રાક્ષસોથી બચાવતા હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પણ માતા દુર્ગાના મોટા ભક્ત છે. તે નવરાત્રીમાં નવ દિવસ વ્રત રાખે છે. આ દરમિયાન તે ફક્ત નવશેકું પાણી પીવે છે.

    આ પણ વાંચો- અફઘાનિસ્તાનથી ભારત આવેલા બાળકને ચુંબન કરતી બહેનનો વાયરલ વીડિયો, તમારું દિલ જીતી લેશે

    હાલમાં જ સીસીએસની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફસરોને નિર્દેશ આપ્યો હતો કે અફઘાનિસ્તાનમાંથી લોકોના બચાવ અભિયાનને ફક્ત માનવીય નજરથી જોવો જોઈએ. તેમણે કહ્યું કે ફક્ત હિન્દુઓ અને શીખો જેવા અલ્પસંખ્યકોને જ વિભિન્ન ઉડાનોથી અફઘાનિસ્તાનમાંથી પાછા લાવ્યા નથી પણ ઘણા અફઘાન નાગરિકોને પણ આ સંકટના સમયે ભારત આવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

    આ પણ વાંચો - ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદિત નિવેદનના કારણે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ

    તાલિબાનથી ઘેરાયેલા કાબુલથી તાજિક શહેરમાં લોકોને બહાર લાવ્યાના એક દિવસ પછી મંગળવારે દુબાંશેમાંથી 78 લોકોને જેમાં 25 ભારતીય અને ઘણા અફઘાન શીખો અને હિન્દુ સામેલ છે, જેમને પરત લાવવામાં આવ્યા છે. શીખ ધર્મ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ પ્રતિયો સાથે સમૂહને સોમવારે ભારતીય વાયુસેનાના એક વિમાન દ્વારા કાબુલથી દુશાંબે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી ભારત આવ્યા હતા.

    16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા આવેલા લોકોની સંખ્યા 800થી વધારે થઇ ગઈ છે. 15 ઓગસ્ટે તાલિબાને અફઘઆનિસ્તાન પર કબજો કર્યો હતો. આ પછી 16 ઓગસ્ટથી ભારતે ત્યાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: