અચ્છે દિન? એક વર્ષમાં રોજગારીની તકો સર્જવામાં 13 ટકાનો ઘટાડો

News18 Gujarati
Updated: January 25, 2019, 2:32 PM IST
અચ્છે દિન? એક વર્ષમાં રોજગારીની તકો સર્જવામાં 13 ટકાનો ઘટાડો
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ના કારણે કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ખાતાઓ મર્જ થતા રોજગારીના આંકડાઓ બહાર આવ્યા

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ના કારણે કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ખાતાઓ મર્જ થતા રોજગારીના આંકડાઓ બહાર આવ્યા

  • Share this:
ન્યૂઝ 17 ગુજરાતી: ગત એક વર્ષમાં રોજગારીની નવી તકો સર્જવામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હોવાની વિગતો બહાર આવી છે. વર્ષ 2017ના ઓગસ્ટથી 2018 ઓગસ્ટ સુધીના 12 મહિનાના આંકડા મુજબ દર મહિને દેશમાં રોજગારીની તકો સર્જવામાં મોટો ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ દર મહિને 6 લાખથી લઈને 3.17 લાખ નોકરીની તકો સર્જવાની ખોટ પડી છે.

એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડમાં નોંધાતા નવા નામના આધારે આ આંકડાઓ બહાર આવ્યા છે. પ્રોવિડન્ટ ફંડ ઑફિસમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સિસ્ટમ સાથે એમ્પલોઈના જુદીજુદી કંપનીઓના એકાઉન્ટ જોડાતા આ આંકડાઓ બહાર આવ્યા છે.

આ આંકડાઓ મુજબ ઓગસ્ટ 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં સૌથી વધુ ઘટાડો માર્ચમાં થયો છે. માર્ચ 2018માં માત્ર 55,381 નવી રોજગારીની તકો સર્જાઈ હતી, જ્યારે સરકારનો દાવો હતો કે માર્ચ 2018માં નવી 2.73 લાખ તકો સર્જાઈ છે. આ આંકડાઓ મુજબ રોજગારીની સૌથી વધુ ચકો એપ્રિલ-2018માં સર્જાઈ હતી. એપ્રિલ-2018માં 5,95,474નો વધારો થયો હતો.નવી સર્જાયેલી તકો સામે સરાકરી અંદાજ 7,65,340 તકોનો હતો.

 
First published: January 25, 2019, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading