Home /News /national-international /Central Government Employees: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, રિટાયરમેન્ટની ઉંમર વધીને 60 વર્ષ થઈ

Central Government Employees: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, રિટાયરમેન્ટની ઉંમર વધીને 60 વર્ષ થઈ

government employees retirement age

નોટિફિકેશન મુજબ કર્મચારીઓને એરિયર પણ મળશે. એટલુ જ નહીં કેન્દ્રીય સેવા નિયમોને અપનાવવાની સાથે સેવાનિવૃતિની ઉંમર પણ 2022થી 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરી દેવામાં આવી છે.

ચંડીગઢ: શહેરમાં 20,000થી વધારે સરકારી કર્મચારીઓ (Central Government Employees) માટે એક સારા સમાચાર આવ્યા છે. યૂટી પ્રશાસક બનવારી લાલ પુરોહિતે ચંડીગઢમાં લાગૂ થનારા કેન્દ્રીય સેવા નિયમોને અધિસૂચિત કર્યા છે. જાણકારી અનુસાર, આ નોટિફિકેશન જાહેર થયા બાદ સેવાનિવૃતની ઉંમર (Central Government Employees Retirement Age) હવે 60 વર્ષ હશે. શિક્ષકોને સફર કવા માટે ભથ્થા મળશે. લગભગ 4000 રૂપિયા દર મહિના સુધી, પે સ્કેલ અને ડીએ કેન્દ્રના કર્મચારીઓની સાથએ મળશે. સ્કૂલોમાં હવે ઉપ પ્રાચાર્યનું પદ હશે. તેમાં વરિષ્ઠતાના આધાર પર નિયુક્તિ થશે. મહિલા કર્મચારીઓને ચાઈલ્ડ કેર માટે બે વર્ષથી રજા મળશે. ધોરણ 12 સુધી બે બાળકોના વાલીઓને શિક્ષણ ભથ્થુ મળશે.

આ પણ વાંચો: PHOTOS: તિરુપતિમાં ભક્ત હનુમાન પર સવાર થઈ પ્રભુ શ્રીરામે રામનવમી પર લોકોને દર્શન આપ્યા, ધન્ય થયાં ભક્તો

આ નોટિફિકેશનમાં યૂટી કર્મચારીઓના વેતન અને સેવા શરતોમાં પણ ફેરફાર થશે. નોટિફિકેશન તૈયાર થઈ ગઈ છે, અલગ અલગ ગ્રેડ માટે વેતન દર્શાવે છે. જેમ કે ગૃહમંત્રાલયે ગત વર્ષે 29 માર્ચે ચંડીગઢ કર્મચારી નિયમ, 2022ના નોટિફાઈ કર્યું હતું અને પંજાબ સેવા નિયમોમાં 1 એપ્રિલ 2022થી કેન્દ્રીય સેવા નિયમોની સાથે બદલી નાખ્યું છે. નોટિફિકેશન મુજબ કર્મચારીઓને એરિયર પણ મળશે. એટલુ જ નહીં કેન્દ્રીય સેવા નિયમોને અપનાવવાની સાથે સેવાનિવૃતિની ઉંમર પણ 2022થી 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, 18 મહિનાનું ડીએ નહીં મળે


કેન્દ્રીય સેવા નિયમોને લાગૂ થવાથી કર્મચારીઓના વેતન કેન્દ્ર સરકારના નિયમો અનુસાર હશે. જે હાલમાં પંજાબ સરકારના કર્મચારીઓને સંબંધિત શ્રેણી માટે અનુરુપ હતા. હવે તે રાષ્ટ્રપતિની કેન્દ્રીય સિવિલ સેવામાં સંબંધિત સેવાઓ અને પદ પર નિમણૂંક વ્યક્તિઓની સેવાની શરતો સમાન હશે અને તેમને આ નિયમો અને આદેશો દ્વારા શાસિત હશે.


આ નિયમ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં મામલામાં કાર્યરત અખિલ ભારતીય સેવાના સભ્યો, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કર્મચારી, યૂટી ચંડીગઢના કાયમી નહીં રહેતા વ્યક્તિઓ, આકસ્મિક ચુકવણી કરવામાં આવતા વ્યક્તિઓ, તથઆ કર્મચારીઓ પર લાગૂ નહીં થાય. એન્જીનિયરીંગ વિભાગના વિજળી ખાતાના કે જેમનો પગાર પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ વિનિયમ 2021 દ્વારા શાસિત છે, કહેવાય છે કે ચંડીગઢના એન્જીનિયરીંગ વિભાગના વીજળી ખાતાના વિંગ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
First published:

Tags: Central government jobs, Chandigarh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો