Home /News /national-international /

... તો આ કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નથી કરી શકતી સરકાર

... તો આ કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નથી કરી શકતી સરકાર

ફાઈલ ફોટો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધી રહી છે. મંગળવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. તે છતાં પણ સરકાર કોઈ કડક પગલા ભરવાના મૂડમાં દેખાઈ રહી નથી.

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધી રહી છે. મંગળવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. તે છતાં પણ સરકાર કોઈ કડક પગલા ભરવાના મૂડમાં દેખાઈ રહી નથી. કેન્દ્ર સરકાર અને કેટલાક રાજ્ય તેલ પર ટેક્સ ઘટાડવા માટે તૈયાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે એક ઉચ્ચ અધિકારીએ પેટ્રોલ અને ડીઝલ પર કરમાં ઘટાડાની સંભાવનાને પણ સ્પષ્ટ રીતે નકારી દીધી છે. તેમનું માનવું એક રૂપિયાનો ઘટાડો કરવાથી સરકારને વાર્ષિક 30 હજાર કરોડનું નુકશાન થઈ શકે છે. કેન્દ્ર અને કેટલાક રાજ્ય પોતાના રાજસ્વને નુકશાન પહોંચાડવા માંગતા નથી.

    રિપોર્ટ્સ અનુસાર સરકારી અધિકારીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન શૂલ્કમાં ઘટાડો કરવાના નિર્ણયનો રાજકોષિય નુકશાન પર કોઈ જ અસર થશે નહી. તે ઉપરાંત બિહાર, કેરળ અને પંજાબ જેવા રાજ્ય પણ સેલ્સ ટેક્સ (વેટ) ઘટાડવાની સ્થિતિમાં નથી. તેમને કહ્યું કે, સરકારને આશા છે કે, આવનારા દિવસોમાં આંતરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટશે અને પ્રેશર કઈક ઓછો થશે.

    આ પણ વાંચો - 'પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો પણ ગ્રાફમાં ઘટાડો', ભાજપની પોસ્ટ પર કોંગ્રેસનો કટાક્ષ

    તમને જણાવી દઈએ કે, ડોલર સામે રૂપિયો કમજોર થવાથી પણ તેલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. સરકારના અધિકારીએ આ નિવેદન એવા સમયે આપ્યો છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતો વિરૂદ્ધ દેશવ્યાપી પ્રદર્શન કર્યું છે. દિલ્હીમાં તેલની કિંમતો મેટ્રો અને કેટલાક રાજ્યોની રાજધાનીની સરખામણીમાં ઓછી છે કેમ કે, અહી વેટ ઓછો છે.

    અધિકારીનું કહેવું છે કે, ગ્રાહકોને પોતાના ઉપયોગ માટે લેવામાં આવતા ઈધન માટે ચૂકવણી કરવી જ પડશે. અમે ટેક્સ ત્યારે જ ઓછો કરી શકીએ જ્યારે ઈન્કમ ટેક્સ અને GSTનું અનુપાલન વધશે. આવું થશે ત્યાર સુધી તેલ પર નિર્ભરતા યથાવત રહેશે અને યૂઝર્સને પોતાના ઉપયોગ માટે ખર્ચ કરવો પડશે. જોકે, રાજસ્થાને રવિવારે પેટ્રોલ અને ડીઝલ પર 4 ટકા વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશ સરકારે સોમવારે કહ્યું કે, સેલ્સ ટેક્સમાં ઘટાડો કરવાથી તેલની કિંમતમાં 2 રૂપિયા ઓછા થઈ જશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Petrol diesel prices, સરકાર

    આગામી સમાચાર