લ્યો બોલો! મધ્યપ્રદેશમાં RTI હેઠળ માગેલી માહિતીમાં સરકારી વિભાગે GST ચૂકવવા કહ્યું

વિદેશમાં વસતા ભારતીયો પણ માહિતી માંગી શકશે.

મધ્યપ્રદેશમાં માહિતી અધિકારના કાયદા (2005) હેઠળ માંગવામાં આવેલી માહિતી માટે એક અરજદારને GST( ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવા કહેવામાં આવ્યુ હતું.

 • Share this:
  મધ્યપ્રદેશમાં માહિતી અધિકારના કાયદા (2005) હેઠળ માંગવામાં આવેલી માહિતી માટે એક અરજદારને GST( ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવા કહેવામાં આવ્યુ હતું.અરજદાર અજય દુબેએ મધ્યપ્રદેશના હાઉસીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (ભોપાલ) પાસેથી માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી.

  અજય દુબેએ હાઉસીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (ભોપાલ) પાસેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની નવી ઓફિસના નિર્માણ પાછલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતો માંગી હતી. જો કે, જ્યારે આ વિભાગે અજય દુબે પાસે તેમણે માંગેલી માહિતી માટે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી ચૂકવવા કહેવા તેમને આશ્ચર્ય થયુ હતુ. નવ ટકા જીએસટી ચૂકવવાની માંગણી કરી હતી.

  અજય દુબેએ માંગેલી માહિતીના દસ્તાવેજો લેવા માટે કુલ 43 દૂર રૂપિયા ચૂક્યા હતા. જેમાં 36 રૂપિયા 18 ફોટોકોપીનાં અને (એક પેજના બે રૂપિયા લેખે) અને રૂપિયા 3.5 એજ સેન્ટ્રલ જીએસટી અને રૂપિયા 3.5 સ્ટેટ જીએસટી તરીકે ચૂકવ્યા.

  જો કે અજય દુબેએ કહ્યુ કે, માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતીના દસ્તાવેજો પર જીએસટીની માંગણી અયોગ્ય છે અને ગેરકાયદેસર છે. આ મામલે મેં અપીલ દાખલ કરી છે.” દેશનાં નાણા મંત્રી અરુણ જેટલીના અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સીલે જાન્યુઆરીમાં એવી ભલામણ કરી હતી કે, માહિતી અધિકારના કાયદા હેઠળ પૂરી પાડવામાં આવતી સેવાઓને જીએસટીના દાયરામાંથી મુક્ત કરવામાં આવે છે.

  સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમીનશને પણ ફેબ્રુઆરીમાં એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યુ હતુ કે, જાહેર સત્તામંડળો તેમને પુરી પાડવાની થતી માહિતી પર જીએસટી લગાવી શકે નહીં. માહિતી પુરી પાડીને જાહેર સત્તામંડળો સર્વિસ આપતી નથી પણ પારદર્શક વહીવટ કરે છે. આથી, માહિતી પુરી પાડતી વખતે જીએસટીની માંગણી ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે”.
  Published by:Sanjay Vaghela
  First published: