Home /News /national-international /Exclusive: NRIને વોટિંગનો અધિકાર અને ઓનલાઈન મતદાનની સુવિધા, ચૂંટણી પંચે કેન્દ્રને મોકલ્યા 70-80 પ્રસ્તાવ

Exclusive: NRIને વોટિંગનો અધિકાર અને ઓનલાઈન મતદાનની સુવિધા, ચૂંટણી પંચે કેન્દ્રને મોકલ્યા 70-80 પ્રસ્તાવ

ચૂંટણી પંચ (ફાઈલ ફોટો)

દેશમાં થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેટલીય અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પહેલાથી જ કેટલાય પ્રસ્તાવ મોકલી ચુક્યું છે.

  નવી દિલ્હી: દેશમાં થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેટલીય અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પહેલાથી જ અમુક પ્રસ્તાવ મોકલી દીધા છે. તો વળી કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે સીએનએન-ન્યૂઝ 18ને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ અને સલાહને લઈને એક યોગ્ય નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે, પોલ પેનલ અને હાલના મોડલ કોડ ઓફ કન્ડક્ટ દિશા નિર્દેશોના પૂરક પ્રસ્તાવ આપ્યા છે અને આયોગે ચૂંટણી પંચને ચૂંટણી વાયદાની નાણાકીય વ્યવહાર્યતા વિશે મતદારોને પ્રમાણિકતાથી જાણકારી આપવાને લઈને રાજકીય પાર્ટીઓનો મત માગ્યો છે. સાથે જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી વચનોનું વિવરણ પણ આપશે.

  આ પણ વાંચો:  કર્ણાટકની ઐતિહાસિક મસ્જિદમાં ભીડે ઘુસીને કરી પૂજા, જય શ્રી રામના નારા પણ લગાવ્યા, 9 સામે ફરિયાદ નોંધાઈ

  કાયદા મંત્રીના કાર્યાલયે પહેલા દિવસે ટ્વિટ કર્યા અનુસાર કેન્દ્ર મુખ્ય ચૂંટણી સુધાર માટે યોગ્ય પરામર્શ બાદ પગલા ઉઠાવશે, જે બદલાતા સમય અને સ્થિતિ અનુસાર, જરુરી છે. CNN-News18ને જાણવા મળ્યુ છે કે, ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને 70-80 પ્રસ્તાવ મોકલ્યા છે. જેમાં ભારતમાં ચૂંટણી કરવાની રીત બદલવાની માગ થઈ છે. તે ઉપરાંત જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં ફેરફાર પણ સામેલ છે. ટોચના અધિકારીઓએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક અઠવાડીયામાં આ પ્રસ્તાવો પર કેટલીય બેઠકો થઈ ચુકી છે. ચૂંટણી પંચ હવે કાયદા મંત્રાલયના મત અનુસાર અંતિમ સમયમાં ફેરફાર કરી રહ્યું છે.


  CNN-News18ને એવું પણ જાણવા મળ્યું છે કે, અમુક પ્રસ્તાવિત ફેરફારમાં NRI માટે વોટિંગ અધિકાર, ઓનલાઈન વોટિંગનો વિકલ્પ, પ્રતિરુપણ અને ટ્રાંસફેરેબલ વોટ રૂલ્સ અને એક્ઝિટ અને ઓપિનિયમ પોલને કંટ્રોલ કરવાના નિયમોમાં સંશોધન સામેલ છે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' આ તબક્કામાં પ્રસ્તાવિત સુધારાનો ભાગ નથી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં સમય લાગશે, કારણ કે આના માટે વ્યાપક પરામર્શની જરુર છે. મતદાર યાદીને આધાર સાથે જોડવા પર, અધિકારીઓએ કહ્યું કે, સ્વૈચ્છિક એટલે કે, મતદારી ઈચ્છા પર રાખવામાં આવ્યું છે. પણ તેને જોરદાર રીતે પ્રોસ્તાહિત કરવામાં આવી રહ્યું છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Election commision of india, કિરણ રિજિજૂ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन