લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- 'તમે RBI પાછળ ન છૂપાઇ શકો'

News18 Gujarati
Updated: August 26, 2020, 1:57 PM IST
લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- 'તમે RBI પાછળ ન છૂપાઇ શકો'
ફાઇલ તસવીર.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ કે તેમની પાસે પૂરતા અધિકાર છે અને તેમની જવાબારી પણ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પગલાં ભરે.

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે લોન મોરેટોરિયમ ( Loan Moratorium) મુદ્દે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર (Modi Government)ની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, "આરબીઆઈની પાછળ ન છૂપાઓ, તમારું વલણ શું છે એ જણાવો." જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઢે કહ્યું કે, "તમે તમારું વલણ સ્પષ્ટ કરો. તમે કંઈ પણ ન કહી શકો. સંકટ નિવારણ અધિનિયમ અંતર્ગત પગલાં ભરવા તમારી જવાબદારી છે. તમારી પાસે પુરતા અધિકાર છે. તમે ફક્ત આરબીઆઈ પર નિર્ભર ન રહી શકો." આ મામલે કોર્ટે સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે પહેલી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોરોના મહામારીને કારણે 31મી ઓગસ્ટ સુધી લોનની બાકી રકમ પર ઈએમઆઈમાં છૂટ (લોન મોરેટોરિયમ)નો આદેશ કર્યો હતો. જોકે, આ દરમિયાન અલગ અલગ બેન્કોએ લોન મોરેટોરિયમની પોતાની બેલેન્સશીટ પર ખૂબ ખરાબ અસર પડી હોવાની ફરિયાદ પણ કરી છે.

સરકાર વિરુદ્ધ કોર્ટેની આવી ટિપ્પણી સૉલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા બાદ આવી હતી, જેમાં કેહવામાં આવ્યું હતું કે બેન્કિંગ સંસ્થાઓ પણ પરેશાન છે. આ સોગંદનામા બાદ કોર્ટે નારાજગી પ્રગટ કરી હતી. જસ્ટિસ સુભાષ રેડ્ડી, એમઆર શાહ અને જસ્ટિ અશોક ભૂષણની બેંચે કહ્યું કે, "આ ફક્ત વ્યવસાયિક હિતોનું ધ્યાન રાખવાનો સમય નથી, તમારે લોકોની દુર્દશા પર પણ વિચાર કરવો જોઈએ."

આ પણ વાંચો : NCP ધારાસભ્ય કાંધલ જાડેજાની પોરબંદર જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્રના સભ્ય તરીકે વરણી!

તમારું વલણ સ્પષ્ટ કરો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ કે, તમારે તમારું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઇએ. અહીં બેમુદ્દા છે. શું કોઈ વ્યાજ લગાવવું જોઈએ અને વ્યાજ પર પણ કોઈ વ્યાજ લગાવવું જોઇએ? ખંડપીઠે બીજી વખત કહ્યું કે, સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કોઈ જવાબ નથી આપી રહી પરંતુ ફક્ત આરબીઆઈના જવાબનો હવાલો આપી રહી છે.

નોંધનીય છે કે ખંડપીઠે સરકારને સોગંદનામું રજૂ કરવા અને પોતાનો જવાબ આપવા માટે એક અઠવાડિયોનો સમય આપ્યો હતો. આ કેસ એ અરજી પર આધારિત છે, જેમાં આરબીઆઈ અનિવાર્ય લોન મોરેટોરિયમ દરમિયાન છૂટની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે લોન મોરેટોરિયમ એક નકામો પ્રાયસ છે, કારણ કે બેંક વ્યાજ પર પણ વ્યાજ લગાવી રહી છે. આનાથી આમ આદમીને કોઈ લાભ પ્રાપ્ત નથી થતો.નીચે વીડિયોમાં જુઓ : અમદાવાદના 'કમરતોડ' રોડ

મોરેટોરિયમ એવા સમયગાળાના કહે છે જે દરમિયાન તમે લીધેલા કરજ પર કોઈ EMI નથી ચૂકવવો પડતો. આ તબક્કાને ઈએમઆઈ હૉલિડે તરીકે પણ જોવામાં આવે છે. જોકે, આ ફક્ત ઈએમઆઈ ટાળવાનો વિકલ્પ છે. જે બાદમાં તમારે બાકીને રકમ ચૂકવવાની હોય છે. એટલું જ નહીં બેંક આ દરમિયાન જે વ્યાજની રકમ હોય તેને તમારી મૂળ રકમમાં જોડી દેતી હોય છે. આથી તમારે લોનનો ઇપ્તો અથવા સમયગાળો વધી જતો હોય છે.
Published by: Vinod Zankhaliya
First published: August 26, 2020, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading