Home /News /national-international /HCએ કહ્યું- સરકાર જમવાનું અને નોકરી આપી નથી શકતી તો ભીખ માંગવી ગુન્હો કેવી રીતે?

HCએ કહ્યું- સરકાર જમવાનું અને નોકરી આપી નથી શકતી તો ભીખ માંગવી ગુન્હો કેવી રીતે?

    નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, જો સરકાર દેશમાં ભોજન અને નોકરીઓ આપવામાં અસમર્થ છે તો ભીખ માંગવી એક ગુન્હો કેવી રીતે હોઈ શકે છે?

    અદાલત તે બે જનહિત અરજીઓ પર સુનવણી કરી રહી હતી, જેમાં ભીખ માંગવાને ગુન્હાની શ્રેણીમાંથી બહાર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

    મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને ન્યાયમૂર્તિ સી. હરિશંકરની ખંડપીઠે કહ્યું કે, એક વ્યક્તિ માત્ર 'મોટી જરૂરત'ના કારણે જ ભીખ માંગે છે નહી કે પોતાની પસંદના કારણે.

    અદાલતે કહ્યું, 'જો આપણને એક કરોડ રૂપિયા આપવાની તૈયારી દર્શાવામાં આવે તો તમે અથવા હું પણ ભીખ માંગીશું નહી, આ એક મોટી જરૂરત હોય છે કે કેટલાક લોકો ભોજન માટે ભીખ માટે પોતાનો હાથ લાંબો કરે છે. એક દેશમાં જ્યાં તમે (સરકાર) ભોજન અથવા નોકરીઓ આપવામાં અસમર્થ છો તો ભીખ માંગવી ગુન્હો કેવી રીતે હોઈ શકે?'

    કેન્દ્ર સરકારે અદાલતને જણાવ્યું હતું કે, બોમ્બે પ્રિવેન્શ ઓફ બેગિંગ એક્ટમાં પર્યાપ્ત જોગવાઈઓ છે. આ અધિનિયમ હેઠળ ભીખ માંગવાને ગુન્હો ગણાવવામાં આવ્યો છે.

    કેન્દ્ર સરકારે તે પણ કહ્યું હતું કે, જો ગરીબીના કારણે આવું કરવામાં આવ્યું છે તો ભીખ માંગવી ગુન્હો ન હોવો જોઈએ. સરકારે તે પણ કહ્યું હતું કે, ભીખ માંગવાને અપરાધની શ્રેણીથી બહાર કરવામાં આવશે નહી.

    બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટને પડકાર આપતા હર્ષ મંદાર અને કર્ણિકા સાહની દ્વારા કરેલી જનહિત અરજીમાં ભીખ માંગવાને અપરાધ શ્રેણીમાંથી બહાર કરવા ઉપરાંત રાષ્ટ્રીય રાજધાનીમાં ભીખારીઓને આધારભૂત માનવીય અને મૌલિક અધિકાર આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

    કેન્દ્ર સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ઓક્ટોબર 2016માં અદાલતને કહ્યું હતું કે, સામાજિક ન્યાય મંત્રાલય ભીખ માંગવાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવા અને પુનર્વાસને લઈને બિલ તૈયાર કરી રહ્યું છે. જોકે કાયદામાં પરિવર્તન કરવાના નિર્ણયને હાલમાં અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યો છે.

    બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત ભીખ માંગતા પકડાય છે, તો તેને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. તે ઉપરાંત આ કાયદા હેઠળ 10 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે.

    હાલમાં ભીખ માંગવાના કામને રોકવા માટે કેન્દ્ર સરકાર સ્તર પર કોઈ જ કાયદો નથી. જેટલા પણ રાજ્યોએ ભીખ માંગવાના ધંધાને અપરાધની શ્રેણીમાં મૂક્યો છે, તે બધા બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટ હેઠળ કાયદો લાગૂં કરવામાં આવ્યો છે અને કેટલાકે તેમાં થોડૂ ફેરફાર કરીને લાગૂં કર્યા છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Begging, Delhi High Court, Jobs, સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन