શેરડીના ખેડૂતોને સરકારની મોટી ભેટ, 8,000 કરોડ રૂપિયાની કરી જાહેરાત

News18 Gujarati
Updated: June 5, 2018, 12:59 PM IST
શેરડીના ખેડૂતોને સરકારની મોટી ભેટ, 8,000 કરોડ રૂપિયાની કરી જાહેરાત
દેશભરમાં પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તો અત્યાર સુધી કોઇ રાહત મળી નથી પરંતુ શેરડીના ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે.

દેશભરમાં પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તો અત્યાર સુધી કોઇ રાહત મળી નથી પરંતુ શેરડીના ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે.

  • Share this:
દેશભરમાં પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તો અત્યાર સુધી કોઇ રાહત મળી નથી પરંતુ શેરડીના ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. શેરડીના ખેડૂતોના બાકી રકમની ચૂકવણી માટે કેન્દ્ર સરકારે રૂ. 8,000 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ ફંડ થકી માત્ર શેરડી ખેડૂતોના બાકી રૂપિયાનું ચૂકવણું થશે. આ ઉપરાંત સરકાર 30 લાખ ટન શેરડીનો બફર સ્ટોક પણ બનાવશે.

મળતી માહિતી પ્રમાણે ખેડૂતોની બાકી ચૂકવણાની રકમ સીધા તેમના ખાતામાં જશે. સરકારને આશા છે કે, શેરડીના બફર સ્ટોકથી ખાંડની સપ્લાય ઓછી કરી શકાશે. બીજી તરફ સરકારના આ નિર્ણયને લઇને ખેડૂત સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે, આ બધું કેરાન ઉપચૂંટણીની અસર છે. સરકાર કોર્પોરેટના હાથે રમી રહી છે. ઉલ્લેખનીય છેકે ખેડૂતોની બાકી ચૂકવણાની રકમ ખાંડ મિલોએ કરવાની હોય છે.

ખાસ બાબત એ છે કે પશ્વિમી ઉત્તર પ્રદેશના કેરાન લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ ઉપર થયેલી ઉપચૂંટણીમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં શેરડીના ખેડૂતોની વસ્તી વધારે છે. પરંતુ ખાંડ મિલોએ ખેડૂતોની બાકીના ચૂકવણાના પૈસા ન આપવાના કારણે ખેડૂતો બીજેપીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી ખુબ જ નારાજ હતી.

બીજેપી કાર્યાલયે જ્યારે હારનું કારણની તપાસ કરી તો તેમના કાર્યકર્તાઓથી આજ કારણ અંગે જાણવા મળ્યું હતું. શેરડીના બાકીની રકમ ન મળવાના કારણે ખેડૂત નારાજ હતા અને તેમણે બીજેપીના ઉમેદવારોને વોટ આપ્યા નહીં.
First published: June 4, 2018, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading