Bank Strike 2021: ખાનગીકરણના વિરોધમાં આજથી 9 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર, ચેક ક્લીયરન્સ, ફંડ ટ્રાન્સફર પર અસર
Bank Strike 2021: ખાનગીકરણના વિરોધમાં આજથી 9 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર, ચેક ક્લીયરન્સ, ફંડ ટ્રાન્સફર પર અસર
કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
Bank Strike Dec 2021: ખાનગીકરણના વિરોધમાં હડતાળને પગલે આખા દેશની બેંકો આજે (16 ડિસેમ્બર) અને કાલે (17 ડિસેમ્બરે) બંધ રહેવાની છે. આ ઉપરાંત 19 ડિસેમ્બરે રવિવારની રજા હોવાથી પણ બેંક બંધ રહેશે.
Bank Strike Dec 2021: એક તરફ મોદી સરકાર જાહેર ક્ષેત્રની તમામ બેંકોનું ખાનગીકરણ (privatization)કરવાની યોજના બનાવી રહી છે તો બીજી તરફ સરકારી બેંકોના 9 લાખ કર્મચારીઓ સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઉભા છે. કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
બીજી બાજુ ડિસેમ્બર મહિનો પૂરો થવામાં માંડ 15 દિવસ બચ્યા છે. આ વધ્યા-ઘટ્યા 15 દિવસોમાં દેશના કેટલાક ભાગમાં 10 દિવસ બેંકો બંધ રહેવાની છે. આજ અને કાલ બે દિવસ આખા દેશમાં બેંક કર્મચારીઓની હડતાળ છે. એવામાં સામાન્ય પ્રજાને બેન્કિંગના કામકાજ પૂરા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
રિપોર્ટ મુજબ, અલગ-અલગ સરકારી બેંકોના આશરે 9 લાખ કર્મચારીઓ જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં આજથી હડતાળ પર છે.
ભારતીય સ્ટેટ બેંક સહિત મોટાભાગની બેન્કોએ પહેલા જ પોતાના ગ્રાહકોને ચેક ક્લીયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવા બેન્કિંગ કામોથી પ્રભાવિત થવાને લઈને ચેતવણી આપી દીધી છે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)ના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે બુધવારે એડિશનલ ચીફ લેબર કમિશનર સમક્ષ થયેલી સમાધાનની બેઠક નિષ્ફળ ગઈ, એટલે બેંક યુનિયન હડતાળ કરી રહી છે.
હડતાળને લીધે આજ અને કાલ બેંક બંધ રહેશે
બેંક યુનિયન્સ (Bank Unions)એ બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણ (Bank Privatization) વિરુદ્ધ બે દિવસની હડતાળનું આહવાન કર્યું છે. આ બે દિવસની હડતાળને પગલે આખા દેશની બેંકો આજે 16 ડિસેમ્બર (ગુરુવાર) અને કાલે 17 ડિસેમ્બરે (શુક્રવાર) બંધ રહેવાની છે. આ ઉપરાંત 19 ડિસેમ્બરે રવિવારની રજા હોવાથી પણ બેંક બંધ રહેશે. આ રીતે આખા દેશમાં આ સપ્તાહે બેંક ત્રણ દિવસ સુધી બંધ રહેવાની છે.
આવનારા સપ્તાહમાં પણ રજાઓને લીધે બેંકનું કામકાજ નહીં થઈ શકે. 25 ડિસેમ્બરે ક્રિસમસ અને મહિનાનો ચોથો શનિવાર હોવાથી આખા દેશમાં બેંકોનું કામ બંધ રહેશે. 26 ડિસેમ્બરે પણ રવિવાર હોવાથી દરેક જગ્યાએ બેંક બંધ રહેશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર