મીડિયા 'દલિત' શબ્દનો ઉપયોગ ન કરે, નિર્દેશ આપવા પર વિચાર કરે સરકાર: બોમ્બે હાઈકોર્ટે

News18 Gujarati
Updated: June 9, 2018, 7:29 PM IST
મીડિયા 'દલિત' શબ્દનો ઉપયોગ ન કરે, નિર્દેશ આપવા પર વિચાર કરે સરકાર: બોમ્બે હાઈકોર્ટે

  • Share this:
મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયને મીડિયાને 'દલિત' શબ્દનો ઉપયોગ બંધ કરવાના નિર્દેશ આપવા પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે.

અદાલતે આ વાત સરકારી અધિકારીઓને આ શબ્દનો ઉપયોગ ના કરવા માટે સૂચના આપતું જાહેરનામું બહાર પાડવા બાબતે નજરમાં રહીને વાત કરી.
હાઈકોર્ટ ન્યાયાલયની નાગપુર પીઠ પંકજ મેશ્રામ દ્વારા કરેલી અરજી પર સુનવણી કરી રહી હતી. આમાં બધા સરકારી દસ્તાવેજો અને પત્રોમાંથી દલિત શબ્દને હટાવવાની માંગ કરવામાં આવી છે.

જસ્ટિસ બીપી ધર્માધિકારી અને જસ્ટિસ જેઠએ હકની પીઠે કહ્યું, 'કેમ કે, કેન્દ્ર સરકારે આ બાબતમાં અધિકારીઓને જરૂરી આદેશ આપ્યા છે. તેથી તેઓ કાયદા અનુસાર પ્રેસ કાઉન્સિલ અને મીડિયાને તે શબ્દનો ઉપયોગ કરવાથી બચવા માટે ટૂંક સમયમાં યોગ્ય આદેશ આપી શકે છે. '

મેશ્રામના વકીલ એસઆર નાનાવારેએ અદાલતને 06 જૂને સૂચના આપી કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અને અધિકારક્ષેત્ર મંત્રાલયે 15 માર્ચે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને 'દલિત' શબ્દનો ઉપયોગ કરવાથી બચવા અને તેની જગ્યાએ 'અનુસૂચિત જાતિ સાથે જોડાયેલ વ્યક્તિ' શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

એડવોકેટ ડીપી ઠાકરેએ કહ્યું કે, રાજ્ય પણ આ બાબતે નિર્ણય કરવાની પ્રક્રિયામાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહ્યાં હતા. નાનાવારેએ કહ્યું કે, આ પરિપત્રમાં મીડિયાને પણ દલિત શબ્દનો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવવું જોઈએ.પીઠે ત્યારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે, આ મુદ્દા પર વિચાર કરે.

જનકલ્યાણ અરજીની સુનવણી કરતી વખતે અદાલતે કહ્યું, 'અમારા વિસ્તારમાં વિભિન્ન સંસ્થાન છે, તેથી અમે સૂચના અને પ્રસારણ મંત્રાલયને નિર્દેશ આપીએ છીએ કે તે મીડિયાને આવી રીતના નિર્દેશ આપવાના પ્રશ્ન પર વિચાર કરે અને 06 અઠવાડિયાની અંદર યોગ્ય નિર્ણય લે.'

ઉલ્લેખનિય છે કે, આ બાબતમાં વર્ષના શરૂઆતમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પણ કહી ચૂક્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પત્ર વ્યવહારમાં દલિત શબ્દના ઉપયોગથી બચવું જોઈએ કેમ કે, આ શબ્દ સંવિધાનમાં નથી. મીડિયા 'દલિત' શબ્દનો ઉપયોગ ન કરે.
First published: June 9, 2018, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading