કોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક

કોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક
કોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક

કોરોનાના વધતા કેસને જોતા સરકાર તરફથી માસ્કને લઈને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્હી : જો તમે પણ કોરોનાથી (Corona) બચવા માટે N-95 માસ્કનો (N95 mask) ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કોરોનાના વધતા કેસને જોતા સરકાર તરફથી માસ્કને (Mask) લઈને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઝરીમાં N-95 માસ્કને કોરોના માટે ખતરનાક બતાવ્યું છે. સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ માસ્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે N-95 માસ્કમાં લાગેલ વૉલ્વ કોરોના વાયરસને (Coronavirus) બહાર નિકાળવામાં મદદ કરતુ નથી. N-95 માસ્ક કોરોના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ રીતે નિષ્ફળ છે.

  કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને વૉલ્વ વાળા એન-95 માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે તેમાં વાયરસનો પ્રસાર રોકાતો નથી અને આ કોવિડ-19 મહામારીને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોના સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મામલાના પ્રધાન સચિવોને પત્ર લખીને કહ્યું છે કે એવી વાત સામે આવી છે કે પ્રાધિકૃત સ્વાસ્થ્ય કર્મીઓના બદલે લોકો એન-95 માસ્કનો અનુચિત ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વૉલ્વ લગાવેલુ છે.  આ પણ વાંચો - સોશિયલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : DGP શિવાનંદ ઝા

  તેમણે ક્હ્યુ કે તમારી જાણકારી માટે કહું કે, વૉલ્વ વાળુ એન-95 માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલ પગલાની વિરુદ્ધ છે કારણ કે આ વાયરસને માસ્કની બહાર આવવાથી રોકતુ નથી. તેને જોતા હું તમને આગ્રહ કરું છું કે બધા સંબંધિત લોકોને નિર્દેશ આપી કે તે ફેસ/ માઉથ કવરના ઉપયોગનુ પાલન કરે અને એન-95 માસ્કના અનુચિત ઉપયોગને રોકે.

  ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૌથી સુરક્ષિત

  સરકાર તરફથી જાહેર કરેલી એડવાઈઝરીના મતે કોરોનાથી બચવા માટે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૈથી વધુ સુરક્ષિત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ વાૉલ્વ વાળા માસ્ક કરતા ટ્રિપલ લેયર માસ્કને વધુ સુરક્ષિત બતાવ્યુ છે અને આ સંબંધમાં સંગઠને દુનિયાભરના દેશોને દિશા નિર્દેશ પણ જાહેર કર્યો છે. આ કારણ છે કે હવે ચિકિત્સક અને સ્વાસ્થ્ય કર્મચારી એન-95ની સાથે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:July 21, 2020, 19:03 pm