શ્રીલંકા : ગોટાબાયા રાક્ષપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી, PM મોદીએ આપી શુભેચ્છા

News18 Gujarati
Updated: November 17, 2019, 2:05 PM IST
શ્રીલંકા : ગોટાબાયા રાક્ષપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી, PM મોદીએ આપી શુભેચ્છા
ગોટાબાયા રાક્ષપક્ષેની ફાઇલ તસવીર (AP Photo/Eranga Jayawardena)

ગોટાબાયા રાક્ષપક્ષેનું વલણ ચીન તરફી હોવાનું કહેવાય છે

  • Share this:
કોલંબો : શ્રીલંકા (Sri Lanka)માં રાષ્ટ્રપતિ પદ (President Election)ની ચૂંટણી માટે રવિવારે ચાલી રહેલી મતગણતરીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાક્ષપક્ષે (Gotabaya Rajapaksa)એ જીત નોંધાવી છે. નોંધનીય છે કે, રાક્ષપક્ષેનું વલણ ચીન તરફી હોવાનું કહેવાય છે. રાજપક્ષેની જીત મેળવતાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

શ્રીલંકામાં ઘાતક આતંકવાદી હુમલાના સાત મહિના બાદ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણી પંચ (Election Commission Sri lanka)એ જણાવ્યું કે, લગભગ પાંચ લાખ મતોની ગણતરી બાદ મુખ્ય વિપક્ષી ઉમેદવાર રાજપક્ષે 50.51 ટક મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે પૂર્વ મંત્રી સજીત પ્રેમદાસા (Sajith Premadasa)ને 43.56 ટકા મત મળ્યા. પ્રેમદાસાએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

પ્રેમદાસાએ કહ્યુ કે, લોકોના નિર્ણયનું સન્માન કરવું અને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ગોટાબાયા રાજપક્ષેને શુભેચ્છા આપવી મારા માટે સૌભાગ્યની વાત છે. પ્રેમદાસના નિવેદન પહેલાં રાજપક્ષેના પ્રવક્તાએ ચૂંટણી પરિણામની અધિકૃત જાહેરાત પહેલા દાવો કર્યો કે 70 વર્ષીય સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ કર્નલે શનિવારે થયેલી ચૂંટણીમાં જીત નોંધાવી છે.ડાબેરી અનુરા કુમારા દિસાનનાયકે (Anura Kumara Dissanayake) 4.69 ટકા મતો સાથે ત્રીજા નંબરે છે. આ પદ માટે વધુ 32 ઉમેદવાર મેદાનમાં છે.

વડાપ્રધાન મોદીએ રાજપક્ષેને શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન મોદીએ રાજપક્ષને શુભેચ્છા આપતાં કહ્યું કે, બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રીલંકા સાથેના સંબંધો વધુ મજબૂત કરવા સાથે કામ કરવાની અભ્યર્થના વ્યક્ત કરી છે.

80 ટકા મતદારોએ ચૂંટણીમાં ભાગ લીધો

ચૂંટણી પંચના અધ્યક્ષ મહિન્દ્રા દેશપ્રિયાએ જણાવ્યું કે, શનિવારે થયેલા મતદાનમાં કુલ 1.59 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 80 ટકા મતદારોએ ભાથ લીધો. 70 વર્ષીય રાજપક્ષે દેશના સિંહલી બહુમતીવાળા વિસ્તારમાં આગળ છે, જ્યારે પ્રેમદાસાને ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તમિલ સમુદાયનું સમર્થન મળેલું છે.

યૂનાઇટેડ નેશનલ પાર્ટી (યૂએનપી)ના પ્રેમદાસા (52) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રણસિંહે પ્રેમદાસના પુત્ર છે. દેશમાં 21 એપ્રિલના રોજ આત્મઘાતી બોમ્બ હુમલા બાદ આ ચૂંટણી યૂએનપી સરકારની લોકપ્રિયતાની પરીક્ષા હતી. આ હુમલામાં 269 જેટલાં લોકોના મોત થયા હતા. આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહેતાં સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો,

એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે
આ મહિલા પોલીસ અધિકારીએ મુંડન કરાવ્યું, કારણ જાણી તમે પણ કરશો વખાણ
First published: November 17, 2019, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading