Home /News /national-international /Gorgonopsians: ડાયનાસોર પહેલા આ જીવનું શાસન હતું, પૃથ્વીના 90 ટકા પ્રાણીઓ વિનાશમાં માર્યા ગયા પણ 'ગોર્ગોનોપ્સિયન' બચી ગયો!

Gorgonopsians: ડાયનાસોર પહેલા આ જીવનું શાસન હતું, પૃથ્વીના 90 ટકા પ્રાણીઓ વિનાશમાં માર્યા ગયા પણ 'ગોર્ગોનોપ્સિયન' બચી ગયો!

ગોર્ગોનોપ્સિયન્સ વિશે સંશોધન કર્યુ

Gorgonopsians: પેલિયોન્ટોલોજિસ્ટ્સે પર્મિયન સમયગાળાના જીવ ‘ગોર્ગોનોપ્સિયન’ વિશે નવી માહિતી શોધી કાઢી છે. આ જીવની લુપ્તતા વિશે માહિતી મળી છે કે, પર્મિયનકાળ દરમિયાન ગ્રેટ ડાઇંગ વખતે આ જીવ બચી ગયા હતા. ગ્રેટ ડાઇંગમાં 90 ટકા જીવ મૃત્યુ પામ્યા હતા. એક ગ્રીક પૌરાણિક જીવના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  વોશિંગ્ટન: એક નવા સંશોધનમાં પર્મિયનકાળના અંત સમયમાં (25-30 મિલિયન વર્ષો પહેલા) ગોર્ગોનોપ્સિયન નામનો જીવ લુપ્ત થવા સંબંધિત નવી માહિતી બહાર આવી છે. આ વિચિત્ર પ્રાણીઓ તે સમયે પૃથ્વી પરના મોટાભાગના જીવનની સાથે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, આમાંથી કેટલાક ટ્રાયસિક સમયગાળા (20-25 મિલિયન વર્ષો) સુધી જીવિત હતા. જો કે, તેમની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના કારૂ બેસિનમાં મળેલા ત્રણ નમૂનાઓના વિશ્લેષણ પરથી જાણી શકાયું છે કે, આ જીવો 'ગ્રેટ ડાઈંગ'માંથી બચી ગયા હતા.

  ગ્રેટ ડાઇંગમાં જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા, જેણે સમગ્ર પૃથ્વી પર વિનાશ સર્જ્યો હતો. ગ્રેડ ડાઇંગ 25.1 કરોડ વર્ષો પહેલા થયું હતું. આ સમય દરમિયાન પૃથ્વી પર હાજર લગભગ 90 ટકા પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ હતી. ગોર્ગોનોપ્સિયન એક અપવાદ હતો. પરંતુ બચી ગયા હોવા છતાં તેઓ જીવે તેની શક્યતાઓ ઘણી ઓછી હતી. ઉત્તરી કેરોલિના મ્યૂઝિયમમાં જ પેલિયોન્ટોલોજિસ્ટ્સના ક્યૂરેટર અને આ પ્રોજેક્ટના કો-ફાઉન્ડર ક્રિશ્ચિયન કમ્મેરરે કહ્યુ હતુ કે, આ જીવો બચી ગયા તેને ‘ડેડ ક્લેડ વોકિંગ’ કહે છે. ડેડ ક્લેડ વોકિંગને એવા જીવ સાથે જોડવામાં આવે છે, જે મોટાપાયે સર્જાયેલા વિનાશમાં પણ બચી જાય, પરંતુ તેમના જીવવાની શક્યતા બહુ ઓછી હોય છે. અંતે તેઓ ખતમ થઈ હોય છે.

  આ પણ વાંચોઃ જાણો કેવી રીતે પત્ની અને પુત્રની હત્યા કરીને આરોપી બચી ગયો

  લાખો વર્ષો સુધી જીવતા રહી શકે છે


  તેમણે કહ્યુ હતુ કે, મૃત ક્લેડ લુપ્ત થયા પછી લાખો વર્ષો સુધી જીવી શકે છે, પરંતુ તેઓ ઇકોસિસ્ટમમાં ક્યારેય પાછાં ફરી શકતા નથી. તેથી તેમને મૃત માનવામાં આવે છે. જે જીવો પર તેઓ નિર્ભર છે, તેમના વિનાશ સાથે તેઓ પણ નાશ પામવા લાગે છે. કેનેડાના ટોરોન્ટોમાં સોસાયટી ઓફ વર્ટેબ્રેટ પેલિયોન્ટોલોજીની વાર્ષિક કોન્ફરન્સમાં 3 નવેમ્બરે આ જીવો સંબંધિત સંશોધન રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, તે હજુ સુધી કોઈ જર્નલમાં પ્રકાશિત થયું નથી.

  આ પણ વાંચોઃ પ્રદર્શનકારીઓ સામે ઈરાન સરકાર ઝૂકી ગઈ

  25 કરોડ વર્ષ જૂની ખોપરી મળી


  આ પ્રાણીને એક ગ્રીક રાક્ષસી ગોર્ગોન્સના નામ પરથી ‘ગોર્ગોનોપ્સિયન’ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ પ્રાણી કોઈપણ જીવને તેની આંખોથી જોઈને તેને પથ્થર બનાવી દેતું હતું. ગોર્ગોનોપ્સિયન એવું જીવ હતું કે જે ડાયનાસોર પહેલાં હતા. ડાયનાસોરની વાત કરીએ તો, તેઓ 23થી 24 કરોડ વર્ષ પહેલાં દુનિયામાં આવ્યા હતા. સંશોધકોને કારૂ બેસિનમાંથી આંશિક ગોર્ગોનોપ્સિયન ખોપરી મળી છે. જે 25.19 કરોડ વર્ષથી 25.12 કરોડ વર્ષ જૂની હતી.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: New Research, Research, Research સંશોધન, Scientific research

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन