ગોરખપુર: રસ્તાની બાજુમાં ઊભેલી કાર અચાનક હલવા લાગી, બાજુમાં જ ફરજ બજાવતા પોલીસકર્મીઓ ચોંક્યા

પ્રતિકાત્મક તસવીર

શનિવારે સાંજે પાંચ વાગ્યે પોલીસકર્મીઓ નૌકાયાન કેન્દ્ર ખાતે ફરજ પર હતા, આ દરમિયાન રસ્તાની બાજુમાં ઊભેલી કાર અચાનક હચવા માંડી હતી. પોલીસકરમીઓને શંકા જતાં કારની તપાસ કરી હતી.

 • Share this:
  ગોરખપુર: ગોરખપુર (Gorakhpur)ના તારામંડલ ક્ષેત્રમાં શનિવારે સાંજે રસ્તાની બાજુમાં ઊભેલી લાલ રંગની કાર (Car) અચાનક હલવા લાગી હતી. આ જોઈને નજીકમાં ઊભેલા લોકો અને પોલીસ (UP Police)ને આશ્ચર્ય થયું હતું. કારમાં શું થઈ રહ્યું છે તે જોવા માટે પોલીસકર્મીઓ કાર નજીક પહોંચ્યા હતા. કારની અંદર જોયું તો એક યુગલ (Couple) અંદર વાંધાજનક સ્થિતિમાં બેઠું હતું. આ દરમિયાન પોલીસને જોઈને પ્રેમી યુગલ કાર લઈને ભાગવા લાગ્યું હતું. બંનેની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા પોલીસકર્મીઓએ કંટ્રોલ રૂમને જાણ કરr હતી. જે બાદમાં આખા જિલ્લામાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ખોરાબાર પોલીસે સૂચના મળ્યા બાદ નાકાબંધી કરીને કારમાં સવાર યુવક અને યુવતીને ઝડપી પાડ્યા હતા. જે બાદમાં આખી હકીકત સામે આવી હતી.

  કારમાં વાંધાજનક હાલતમાં હતું યુગલ:

  શનિવારે સાંજે આશરે પાંચ વાગ્યે નૌકાયન કેન્દ્ર પાસે પોલીસકર્મીઓ ફરજ પર હતા. આ દરમિયાન રસ્તાની બાજુમાં ઊભેલી કારને હલતી જોઈને તેમને શંકા પડી હતી. અંદર બેઠેલા યુગલને વાંધાજનક હાલતમાં જોઈને પોલીસકર્મીઓએ તેમને ટોક્યા હતા. જે બાદમાં બંને કાર લઈને ભાગી ગયા હતા.

  આ પણ વાંચો: સુરતના ASI 200 રૂપિયાની રોકડી કરતા ઝડપાયા

  કંઈક અજુગતુ લાગતા પોલીસકર્મીઓએ કંટ્રોલરૂમને જાણ કરી હતી અને બાઇકથી કારનો પીછો કર્યો હતો. કાર સવાર પ્રેમી યુગલ દેવરિયા બાયપાસ થઈને ખોરાબાર તરફ ભાગી ગયું હતું. જાણકારી મળતા જ ખોરાબાર પોલીસે નાકાબંધી કરી દીધી હતી. જોકે, પોલીસને જોઈને યુગલ જંગલ તરફ ભાગ્યું હતું. પરંતુ પોલીસે નાકાબંધી કરીને યુવલને પકડી લીધું હતું અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.

  યુવકને શાંતિભંગનો દંડ ફટકાર્યો :

  કાર લઈને ભાગતી વખતે કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી દીધી હતી. જોકે, એક વાત સારી રહી કે કોઈ જાનહાની થઈ ન હતી. પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે યુવતી ચિતુઆતાલ ક્ષેત્રની નિવાસી છે. જેને ચૌરીચૌરાના યુવક સાથે પ્રેમ સંબંધ છે.

  શનિવારે યુવતી તેના પ્રેમીને મળવા માટે નૌકાયાન કેન્દ્ર ખાતે ગઈ હતી. આ દરમિયાન બંને કારમાં જ અશ્લીલ હરકત કરવા લાગ્યા હતા. પોલીસકર્મીઓએ જ્યારે બંનેને પકડી પાડ્યા ત્યારે બંને કાર લઈને ભાગી ગયા હતા. ખોરાસર પ્રભારી નાસિર હુસૈને જણાવ્યું કે યુવતીને તેની માતા સાથે ઘરે મોકલી દેવામાં આવી હતી. જ્યારે યુવકને શાંતિભંગ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: