20 વર્ષની દીકરી અને 53 વર્ષની મા બની દુલ્હન, એક જ મંડપમાં લીધા સાત ફેરા

માતા અેન દીકરીના એક જ મંડપમાં લગન

તમામ નવ દંપત્તિમાં આ એક અનોખો મામલો હતો. ભાગ્યે જ આવું પહેલા લોકોએ જોયું હતું કે મા અને દીકરીના એક જ મંડપમાં દુલ્હન તરીકે લગ્ન થઈ રહ્યા હોય.

 • Share this:
  ગોરખપુર : સીએમ સિટી ગોરખપુર (Gorakhpur) જિલ્લાના પિપરોલી બ્લોકમાં એક અનોખા લગન (Marriage) જોવા મળ્યા છે. અહીં એક જ મંડપમાં મા અને દીકરીએ સાત ફેરા લીધા છે. ગોરખપુરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં જ્યાં 63 નવ દંપત્તિ વિવાહના બંધનમાં બંધાઈ રહ્યા હતા.

  ત્યારે આ મંડપમાં જ મા અને દીકરી બંને એક સાથે દુલ્હન બનેલા જોવા મળ્યા હતા. તેમના લગન પણ એક જ મંડપમાં કરવામાં આવ્યા છે. 55 વર્ષીય કુરમૌલ ગામના રહેવાસી જગદીશના અત્યાર સુધીમાં લગ્ન થયા ન હતા. તેમણે સંબંધમાં જ ભાભી થતા 53 વર્ષીય મહિલા બેલા દેવી સાથે વિવાહના સાત ફેરા લીધા છે.

  ગજબ કિસ્સો: પત્નીએ 15 વખત પતિને જેલ મોકલ્યો, 11 વર્ષ બાદ ફરી એજ પત્નીને પહેરાવી 'વરમાળા'

  ગજબ કિસ્સો: પત્નીએ 15 વખત પતિને જેલ મોકલ્યો, 11 વર્ષ બાદ ફરી એજ પત્નીને પહેરાવી 'વરમાળા'

  તમને જણાવી દઈએ કે, બેલા દેવીના પતિ અને જગદીશના ભાઈનું મોત 25 વર્ષ પહેલા થઈ ગયું હતું. જગદીશને 3 ભાઈ હતા. જેમાં તે સૌથી નાના હતા. બેલા દેવીના બે દીકરા અને 3 દીકરી છે. બંને દીકરા અને 2 દીકરીઓના લગ્ન પહેલા જ થઈ ગયા છે. સૌથી નાની દીકરી ઈન્દુના લગ્ન મુખ્યમંત્રી સમૂહલગ્ન હેઠળ ગુરૂવારે સહજનવાના પાલી ગામના રાહુલ સાથે થયા છે. આજ મંડપમાં બેલા દેવી અને જગદીશે લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો છે. જોકે, આ મામલે પરિવારની પહેલા જ રજામંદી લઈ લેવામાં આવી હતી. અને પરીવારની હાજરીમાં જ મા અને દીકરીના બંનેના લગ્ન થયા છે.

  'ગર્લફ્રેન્ડનો ફોન આવતા મળવા નીકળ્યો અંશ', મળી કપાયેલા માથા સાથે લાશ, માતાનું હૈયાફાટ રૂદન

  'ગર્લફ્રેન્ડનો ફોન આવતા મળવા નીકળ્યો અંશ', મળી કપાયેલા માથા સાથે લાશ, માતાનું હૈયાફાટ રૂદન

  મુખ્યમંત્રી સામૂહિક લગ્નમાં દુલ્હા-દુલ્હન સંબંધમાં દેવર-ભાભી પણ લાગે છે. બંનેએ આજ મંડપમાં લગ્ન કર્યા છે. સૌથી ખાસ વાત એ રહી કે, તેમની દીકરીના લગ્ન પણ આજ સમૂહલગ્નમાં એક જ મંડપમાં થયા છે. ત્યાં આવેલા તમામ નવ દંપત્તિમાં આ એક અનોખો મામલો હતો. ભાગ્યે જ આવું પહેલા લોકોએ જોયું હતું કે મા અને દીકરીના એક જ મંડપમાં દુલ્હન તરીકે લગ્ન થઈ રહ્યા હોય. આ મામલો સામે આવતા જ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો અને આ અનોખા લગ્નના સમાચારને ખુબ લોકો શેર કરી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: