સીએમ સીટી ગોરખપુરના રહેવાસી 80 વર્ષીય ફિરંગી પ્રસાદ વિશારદ પ્રેરણા સ્ત્રોત છે. આજે પણ તે સાઈકલ જ ચલાવે છે, અને સામાન્ય માણસની જેમ જ રિક્ષામાં બેસીને સફર કરે છે. તેમને જોઈને કોઈ અંદાજ ન લગાવી શકે કે, તે ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે, અને એક વખત સાંસદ પણ રહી ચુક્યા છે. તે સમાજવાદી પાર્ટી માટે આ ઉંમરમાં પણ સવારથી રાત્રી સુધી ચૂટણી-પ્રચાર કરે છે. પાર્ટીના નવા કાર્યકર્તાઓ માટે તે એક પ્રેરણાસ્ત્રોત છે. ફિરંગી પ્રસાદ જણાવે છે કે, પહેલાની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં સાદગી એવી હતી કે, જ્યારે તે સાઈકલ પર વોટ માંગવા જતા તો, લોકો હાથો હાથ આપતા હતા.
તેમણે કહ્યું કે, હવે જમાનો બદલાઈ ગયો છે. આજના ઉમેદવારો અને નેતા મોંઘી ગાડીઓ લઈ હેલિકોપ્ટરની ઉડાન ભરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું આજે પણ સાઈકલ અને રિક્ષામાં જઉં છુ. ફિરંગી કહે છે કે, આજે ધનબલ અને બાહુબળનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, એક ફેબ્રુઆરી 1940ના રોજ જન્મેલા ફિરંગી પ્રસાદ વિશારદ 80 વર્ષની ઉંમરમાં પણ એક યુવાન જેવા છે, જેમાં પુરો જોશ અને ઝૂનૂન ભરેલુ હોય છે. ત્રણ વખતના ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચુકેલા હોવા છતા તે સાદગી સાથે ગઠબંધન ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. વિશુનપુરા ગામના રહેવાસી ફિરંગી વર્ષ 1969માં પહેલી વખત વિધાનસભા વિસ્તારથી ભારતીય ક્રાંતિ દલમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા.
1974માં ભારતીય લોક દળની ટિકિટ પર મુંડેરા બજારથી ચૂંટણી લડીને એક વકત ધારાસભ્ય ચૂંટાયા. જ્યારે 1977માં જનતા પાર્ટીની ટિકિટ પર બાંસગાંવથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત મેળવી. ફિરંગીએ જણાવ્યું કે, વર્ષ 1975માં ઈમરજન્સી દરમ્યાન ગોરખપુર જેલમાં મીસા કાયદા હેઠળ બંધ પણ થયા હતા.
વ્યવસાયે તે શિક્ષક રહેલા ફિરંગી પ્રસાદ વિશારદ વિશુનપુરાના સ્વાવલંબી ઈન્ટર કોલેજથી વર્ષ 2000માં સેવાનિવૃત થયા. આજે ફિરંગી પ્રસાદ વિશારદનો હર્યો ભર્યો પરિવાર છે. તેમની પત્ની સિમિરતા દેવીનું વર્ષ 2010માં નિધન થયું હતું. તેમના ચાર પુત્રની સાથે ત્રણ વિવાહીત પુત્રિયો પણ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર