કુશીનગર દુર્ઘટના: જ્યારે બેકાબૂ ભીડને નિયંત્રિત કરવા સીએમ યોગી બોનેટ પર ચઢી ગયા

 • Share this:
  કુશીનગર દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચેલ મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથનો કાફલો પહોંચ્યો તો, હાજર રહેલ ભીડ બેકાબૂ થઈ ગઈ. ભીડને નિયંત્રણમાં લેવા માટે અધિકારીઓને પરસેવો ચૂટી ગયો. આખરે ખુદ યોગી આદિત્યનાથે કમાન સંભાળી અને પોતાની ગાડીના બોનેટ પર ચઢી લોકોને સંબોધિત કર્યા. સીએમએ લોકોને શાંતી રાખવાની અપીલ કરી. બોનેટ પર ઉભા રહી સીએમએ કહ્યું કે, આક્રોશિત ન થાઓ સંયમથી સમાધાન નિકાળવું પડશે. તમે રસ્તા પરથી હટી જાઓ જેથી અમે ઘટનાસ્થળ પર પહોંચી શકીએ અને સમિક્ષા કરી શકીએ.

  આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીલ્લા હોસ્પિટલમાં ઘાયલ બાળકોની મુલાકાત લીધી. તેમણે અદિકારીઓને સારામાં સારી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ મૃતક બાળકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી. મુખ્યમંત્રીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરી કહ્યું કે, પહેલી નજરમાં ડ્રાઈવરની ભૂલ જોવા મળી રહી છે. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અમે એફઆઈઆર કરવાનો પણ આદેશ આપ્યો છે.

  તેમણે કહ્યું કે ડ્રાઈવર દ્વારા ઈયરફોન લગાવી ડ્રાઈવિંગ કરવાનું અને તેની ઉંમરને લઈ પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. હાલમાં ગોરખપુર કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. આ મામલામાં માપદંડ નક્કી છે. જેણે પણ લાપરવાહી કરી છે, તેના સામે કડક પગલા ભરવામાં આવશે. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય, તેની પણ તકેદારી રાખવામાં આવશે. સાએમ ગોરખપુરના બીઆરડી મેડિકલ કોલેજમાં પણ ગયા હતા. જ્યાં 4 બાળકો સાથે ડ્રાઈવરને પણ દાખલ કરવામાં આવ્યો છે.

  સીએમ યોગીએ કહ્યું કે, અહીં આવ્યા પહેલા તેમની રેલમંત્રી પિયુષ ગોયલ સાથે પણ વાતચીત થઈ છે. તેમણે માનવરહિત ક્રોસિંગને ખતમ કરવાની માંગ કરી છે. જ્યાં સુધી આ વ્યવસ્થા નથી થતી, ત્યાં સુધી આવા ક્રોસિંગ પર જવાન ઉભા રાખવામાં આવશે.
  Published by:Mujahid Tunvar
  First published: